જામનગર શહેરના જાણીતા પરિવારમાં બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. જેમાં સસરાએ પુત્રવધૂ પર દુષ્કર્મ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. એક વર્ષ પહેલાની આ ઘટનામાં પોલીસે તપાસ કર્યા બાદ સુખીસંપન્ન પરિવારના મોભી એવા 65 વર્ષના વૃદ્ધની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સસરાએ પુત્રવધૂને ધમકી આપી દુષ્કર્મ આચર્યું
કેતન સોસાયટી બેડમિન્ટર હાઉસ પાસે રહેતા કિરીટભાઈ ખેતાણી નામના વયોવૃદ્ધ સામે તેની પુત્રવધૂએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આજથી એક-સવા વર્ષ પહેલા પોતાના ઘરે અગાસીના ટાંકામાં પાણી નથી તેમ કહેતા પોતે ત્યાં જોવા જતા તેને પાછળથી સસરાએ પકડી લીધી હતી અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી નીચેના રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ 3થી 4 વાર અલગ અલગ સમયે આ કૃત્ય કર્યું હતું. અંતે કંટાળીને પુત્રવધૂએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વૃદ્ધ સસરા સામે ગુનો દાખલ કરી તેની અટક કરી છે. આ બનાવે શહેરભરમાં સારી એવી ચકચાર જગાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.