સારવાર:જામજોધપુરના મહિકી સીમમાં તબીયત લથડતા પરિણીતાનું મોત

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નાકમાંથી ફીણ નીકળ્યા બાદ સારવાર અર્થે ખસેડાતા દમ તોડ્યો

જામજોધપુર તાલુકાના મહિકી ગામના વાડી વિસ્તારમાં રહેતી એક પરિણીતાની તબીયત ખરાબ થતા નાકમાંથી ફિણ નિકળતા સારવાર અર્થે ખસેડાતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ.દ્વારકામાં યુવકને શ્વાસ ઉપડયા બાદ આંચકી આવતા મૃત્યુ થયાનુ જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામજોધપુરના મહિકી ગામના વાડી વિસ્તારમાં રહેતા ભાવલીબેન ઉર્ફે ભાવનાબેન લખમણભાઇ સોલંકી (ઉ.વ.25) નામની પરિણીતાને ગત તા.12ના રોજ નાકમાંથી ફિણ નિકળતા તબીયત ખરાબ થઇ જતા સારવારમાં લઇ જવાયા હતા.

જયાં તેનુ મૃત્યુ નિપજયુ હોવાનુ જાહેર થયુ છે.આ બનાવની કરશનભાઇ ચનાભાઇ ડાંગરએ જાણ કરતા જામજોધપુર પોલીસ હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ પીઆઇ આર.જી.ચૌધરીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...