તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:જામનગરના નવાગામ ઘેડમાં પરિણીતા પર પાઈપ વડે હુમલો

જામનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • પાઈપનો ઘા ઝીંકીને ધમકી ઉચ્ચાર્યાની 1 સામે ફરિયાદ

જામનગરના નવાગામ ઘેડમાં એક પરિણીતા પર લોખંડના પાઇપ વડે હુમલો કરી મુંઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે એક શખ્સ સામે ફરીયાદ નોંધાઇ છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં હેતલબેન સંજયભાઇ બાંભવા નામની પરિણિતા તેના પિતાના ઘરે આંટો દેવા માટે આવ્યા હતા જે વેળા ગત તા. 5ના રાત્રે ઘર બહાર જોરજોરથી દેકારો થતા તેઓ બહાર આવ્યા હતા જે વેળા તેણીના ભાઇ સાથે દિનેશ માધાભાઇ રાઠોડ બોલાચાલી કરતા હોવાથી ઝઘડો કેમ કરો છો તેમ પુછતા ગાળો બોલવા લાગ્યા હતા. આથી તેણીએ અપશબ્દો બોલવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ લોખંડના પાઇપનો ઘા મારી પગના ભાગે મુંઇ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાનો બનાવ બહાર આવ્યો છે.આ બનાવની ભોગગ્રસ્તની ફરીયાદ પરથી પોલીસે દિનેશ માધાભાઇ રાઠોડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો