તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • Parade In Jamnagar, Celebration Of Homeguards Civil Defense Day With Sanitation Campaign, Homeguard Brothers And Sisters Donated Blood In The Blood Donation Camp, Applauded The Work Done In Korana

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાસંગિક:જામનગરમાં પરેડ, સ્વચ્છતા અભિયાન સાથે હોમગાર્ડઝ-નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી, રકતદાન કેમ્પમાં હોમગાર્ડ ભાઇ-બહેનોએ રકતદાન કર્યું, કોરાનામાં કરેલી કામગીરીને બિરદાવાઇ

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં પરેડ અને સ્વચ્છતા અભિયાન સાથે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રકતદાન કેમ્પમાં હોમગાર્ડ ભાઇ-બહેનોએ ઉત્સાહપૂર્વક રકતદાન કર્યું હતું. હોમગાર્ડઝ ભાઇ-બહેનોએ કોરોનામાં કરેલી કામગીરીને બિરદાવામાં આવી હતી. જામનગરમાં 6 ડીસેમ્બરને રવિવારના હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દિવસ નિમિતે જિલ્લા હોમગાર્ડઝ દ્વારા કમાન્ડન્ટ સુરેશભાઇ ભીંડીની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં એમ.પી.શાહ કોમર્સ કોલેજ કમ્પાઉન્ડમાં પરેડ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.

જેમાં હોમગાર્ડઝ ભાઇઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જામનગર બ્લડ બેંકના સહકારથી યોજાયેલા રકતદાન કેમ્પમાં હોમગાર્ડઝ ભાઇ-બહેનોએ બહોળી સંખ્યામાં રકતદાન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કમાડન્ટે હોમગાર્ડઝની નિષ્કામ સેવાની ભાવનાને ચરિતાર્થ કરવા હોમગાર્ડઝ ભાઇ-બહેનોને અનુરોધ કર્યો હતો. સાથે સાથે કોરોનામાં હોમગાર્ડઝ ભાઇ-બહેનોએ કરેલી કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શહેર યુનિટના અધિકારી રાજુ પાણખાણિયા, હરૂભા જાડેજા, વિજયસિંહ વાળા, હિતેશ જેઠવા, કમલેશ ગઢિયા, યજ્ઞેશ વ્યાસ, કૈલાસ જેઠવા, ભાવનાબેન અંબાસના, પુરોહિત હિમાશુ, જયેશ રાણાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો