દર વર્ષેની જેમ આ વર્ષે પણ આજે એટલે કે 7મી ફેબ્રુઆરીના રોજ રોઝ ડે ની ઉજવણી કરવામાં આવશે. આ દિવસને વેલેન્ટાઈન વીકનો પ્રથમ દિવસ માનવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના પ્રિજનને ગુલાબની ભેટ આપી પ્રેમ સહિતની લાગણી વ્યક્ત કરે છે. આ વર્ષે રોઝ ડે માટે ખાસ પેપર શોપ રોઝ બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. આ રોઝની ખાસિયત એ છે કે તે ફકત લાગણી વ્યક્ત કરવા નહીં પણ અનિવાર્ય સંજોગોમાં તેનાથી હેન્ડ વોશ પણ કરી શકાશે.
જે રોઝ, લવન્ડર જેવી અનેક સુંગધમાં ઉપલબ્ધ છે. તદઉપરાંત બજારમાં 24 કેરેટ ગોલ્ડન રોઝની ડિમાન્ડ પણ ખૂબ વધુ છે. તેમજ રીંગ રોઝ સાથે પ્રેમ વ્યક્ત કરતા મ્યુઝિક અને લાઇટવાળા રોઝ પણ ખૂબ વેચાઈ રહ્યા છે. જે પર્પલ, પીંક સહિત અલગ અલગ શેડમાં ઉપલબ્ધ છે અને રૂ. 100 થી 1000 સુધીના ભાવે વેચાઇ રહ્યાનું જામનગરના વેપારીઓએ જણાવ્યું હતું.
ગુલાબના રંગ જુદો-જુદો અર્થ ધરાવે છે
પ્રેમાળ લોકોના જીવનમાં રોઝ ડેનું ખૂબ મહત્વ છે. લોકો ગુલાબ આપી મિત્રો, કુટુંબીજનો, પ્રશંસકો સહિત કોઈપણને પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે. ગુલાબની આપ-લેને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. જો કે, ગુલાબના રંગને પોતાનો અર્થ છે. લાલ ગુલાબ સાચા પ્રેમ અને જુસ્સાનું પ્રતીક છે, જ્યારે પીળું ગુલાબ મિત્રતાનું તો ગુલાબી ગુલાબ કૃતજ્ઞતા અને પ્રશંસાનું પ્રતીક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.