તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેખાયો:લાલપુર પંથકમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શન મોડમાં, પાંજરા મૂકી દીપડાને પકડવા તજવીજ

જામનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખીરસરા ગામે દોડી ગયા છે
દીપડો દેખાતા ગામ ના લોકોમાં ફફડાટ.
દીપડો દેખાતા ગામ ના લોકોમાં ફફડાટ.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખીરસરા ગામ નજીક ગત રાત્રે દિપડો દેખાયાના સમાચારથી દોડધામ મચી જવા પામી હતી. ખીરસરા ગામના રેલ્વે સ્ટેશન નજીક આવેલા નદીના પટમાં દિપડો દેખાયાના સમાચારથી વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને જામનગરથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખીરસરા ગામે દોડી ગયા છે.

દીપડાને પકડવા માટે વનવિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યું
દીપડાને પકડવા માટે વનવિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યું

જામનગરના બરડા ડુંગરમાં દિપડાઓની મોટી વસાહત આવેલી છે. ત્યારે બરડા ડુંગર નજીક આવેલા લાલપુર તાલુકાના અનેક ગામોમાં આ પૂર્વે દિપડો દેખાયા હતો. ફરીને એક વખત લાલપુરના ખીરસરા ગામ નજીક માનવ વસાહત નજીક દિપડો દેખાતા ખીરસરા ગામના રહેવાસીઓમાં ચકચાર મચી જવા પામી હતી. ગામવાસીઓએ આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

દીપડાના પગના નિશાન જમીન પર દેખાયા
દીપડાના પગના નિશાન જમીન પર દેખાયા

વન વિભાગના અધિકારીઓએ જે જગ્યાએ દિપડો દેખાયાના વાવડ મળ્યા હતા તે જગ્યા પર ફૂટમાર્ક એકઠા કરી તેની તપાસ હાથ ધરી છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર મુકેશભાઇ બડીયાવદરએ જણાવ્યું હતું કે, ખીરસરા ગામના લોકોની રજૂઆતના આધારે વન વિભાગ દ્વારા હાલ જે જગ્યાએ દિપડો જોવા મળ્યો છે તે જગ્યા પર દિપડાને પકડી પાડવા પાંજરૂ મુકવામાં આવ્યું છે. તેમજ સ્ટાફના સુજીત કરંગીયા, એમ એલ કરમુર, વી એમ પિંડારીયા અને કમલેશ કરંગીયા સહિતના કર્મચારીઓને સતત આ વિસ્તાર પર નજર રાખવા કામગીરી સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો