તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કાલાવડમાં બસ સ્ટેન્ડ પાસે વર્ષો જૂનું દબાણ દૂર કરતું પાલિકા તંત્ર

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાએ જાહેર માર્ગ ખુલ્લો કરાવ્યો

જામનગર જિલ્લાના કાલાવડમાં નગરપાલિકાએ બસ સ્ટેન્ડ પાસે લગભગ અઢી દાયકા જેટલુ જુનુ દબાણ પોલીસ બંદોબસ્ત સાથે દુર કરી જાહેર માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. સુમાહિતગાર સુત્રોમાંથી મળતી વિગત અનુસાર કાલાવડમાં નગર પાલિકા દ્વારા બુધવારે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

નગરપાલિકાના ચિફ ઓફિસર મયુરભાઇ જોશીના માર્ગદર્શન હેઠળ નગર પાલિકાની ટીમે બસ સ્ટેન્ડ પાસે આવેલુ જુનુ રસ્તા પરનુ દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પીએસઆઇ જોશી સહિત પોલીસ ટીમ બંદોબસ્તમાં જોડાઇ હતી.ઉકત દબાણ લગભગ 28 વર્ષ જુનુ હોવાનુ પાલિકા સુત્રોએ જણાવ્યુ હતુ.પાલિકા દ્વારા ફરી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા દબાણકારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...