પાકિસ્તાન મરીન દ્વારા અવાર નવાર ભારતના માછીમારોને હેરાન કરવામાં આવે છે. જેમા તેઓ ભારતના માછીમારોનું અપહરણ કરી લેતા હોય છે. આ મામલે માછીમારો દ્વારા ઘણી વખત સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે વધુમાં પાકિસ્તાન મરીનની વધું એક નાપાક હરકત સામે આવી છે. પોરબંદરમાં પાકિસ્તાન મરીનની ફરીથી નાપાક હરકત સામે આવી છે. જેમાં પોરબંદરની બે બોટ અને 12 જેટલાં માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે.
IMBL નજીકથી ભારતીય બોટ અને માછીમારોનું અપહરણ કરાયું છે. જેમાં બંને બોટ ઓખાની હોવાની શક્યતા છે. તેમજ પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ અપહરણ કર્યું છે. તેમજ આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે 29 જાન્યુઆરીએ ભારતીય જળ સીમા નજીક પાકિસ્તાને ફરી એકવાર આ અવળચંડાઈ કરી હતી. પાકિસ્તાની કોસ્ટગાર્ડે ભારતીય જળ સીમા નજીકથી પોરબંદરની એક બોટ સહિત 7 માછીમારોનું અપહરણ કર્યું હતું. તુલસી મૈયા નામની બોટનું ભારતીય જળ સીમામાંથી અપહરણ કરાયું હતું. બોટ વત્સલ પ્રેમજી થાપણિયાની માલિકીની હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર દેશમાં સૌથી મોટો 1600 કિલોમીટરનો દરિયાકિનારોગુજરાત ધરાવે છે. જેથી રાજ્યનાં દરિયા કિનારા પર લeખો લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. માછીમારી કરવા માટે માછીમારો હંમેશા ભારતીય સીમામાં છે તેટલા વિસ્તારમાં માછીમારી કરતા હોય છે. જોકે, વારંવાર પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા માછીમારોનું બિનકાયદેસર રીતે અપહરણ થતું હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.