ફટકો:જામનગરમાં પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી ન મળતા ઓક્સોડાઇઝના ઘરેણાના વેચાણમાં 60 ટકાનો ઘટાડો

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ વર્ષે નવરાત્રી થશે કે નહીં તે ગડમથલ વચ્ચે નવો માલ આવ્યો નહીં, બાળાઓના ઘરેણાનો ઉપાડ

જામનગર સહિત ગુજરાતભરમાં કોરોનાના કેસ તળીયે પહોંચતા સરકાર દ્વારા ફકત 400 લોકો સાથે શેરી ગરબાને છૂટ આપવામાં આવી છે.જેની સીધી અસર નવરાત્રી દરમ્યાન પહેરાતા ઓક્સોડાઇઝના ઘરેણાના પર જોવા મળી છે. નવરાત્રી પૂર્વે યુવતીઓ ઉત્સાહભેર ઓક્સોડાઇઝના ઘરેણાંની ખરીદી કરતી હોય છે.

પરંતુ ચાલુ વર્ષે નવરાત્રી થશે કે નહીં તે ગડમથલ વચ્ચે પાર્ટીપ્લોટમાં ગરબાને મંજૂરી ન મળતા ઓક્સોડાઇઝના ઘરેણાના વેચાણમાં 60 ટકા અને પોમ પોમ વાળા ઘરેણાના વેચાણમાં 50 ટકાનો ઘટાડો થયાનું ઓક્સોડાઇઝના ઘરેણાના વેપારીઓ જણાવ્યું છે. ચાલુ વર્ષે મર્યાદિત સંખ્યાને કારણે મોટા આયોજન ન થતાં બજારોમાં ઓકસોડાઇઝ ઘરેણાંનો નવો સ્ટોક ન આવ્યાનું વેપારીઓએ ઉમેર્યું હતું.

ચોટલા, વેણી, ખંજરી, દાંડિયાનું વેચાણ થઈ રહ્યું છે
સરકાર દ્વારા આ વર્ષે નવરાત્રીમાં પાર્ટી પ્લોટમાં ગરબા પર પ્રતિબંધ મુકાતા મોટી સાઈઝના ઓક્સોડાઇઝ ઘરેણાનું વેચાણ ઓછું થઈ રહ્યું છે. ફકત ગરબીમાં રહેતી બાળાઓના પાયલ, સેટ, વેણી,ખંજરી અને દાંડિયાનું વેચાણ થઈ રહ્યું છે. જેમાં સૌથી વધારે પાયલ અને સેટનો સમાવેશ થાય છે.> શાંતિભાઈ કાનાણી, વેપારી, જામનગર.

કસ્ટમાઈઝ ઘરેણાનું વેંચાણ 50 ટકા ઘટ્યું
ચાલુ વર્ષે નવરાત્રીના પાર્ટી પ્લોટમાં તથા મોટા આયોજનો ન થતા ઓક્સોડાઇઝના ઘરેણાંમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત નવરાત્રી પૂર્વે યુવતીઓ દ્વારા તેમના મનગમતી ડીઝાઇનના તથા પોમ પોમ વાળા કસ્ટમાઈઝ ઘરેણામાં પણ 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.> નિખિલ ધ્રુણા, વેપારી, જામનગર.

અન્ય સમાચારો પણ છે...