કાર્યવાહી:ખંભાળિયામાં રોયલ્ટી વગર ઓવરલોર્ડ ટ્રક ઝડપાયો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક સહિત રૂા. 10.80 લાખનો મુદ્દામાલ કબજે
  • શંકા જતાં ટ્રકનો વજન કરાવતા ભાંડો ફૂટ્યો

ખંભાળિયામાં રોયલટી તેમજ આધાર પરવાના વગરની રેતી ભરેલા ડમ્પરને એસઓજીએ પકડી પાડી 10.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ઓવરલોર્ડ ટ્રકો ચાલતા હોવાની પોલીસને મળેલી બાતમી પરથી એસઓજીએ ઉપલેટાથી ખંભાળિયા રેતીની હેરફેર કરતા ડમ્પર નં. જીજે-5બીટી-5040ને બાતમીના આધારે રામનાથ પુલ પાસે રોકી હતી તેમાં રેતી ભરેલી હોય, ડ્રાઇવર કેવલ જેઠાભાઇ ભીભા પુછતા તેની પાસે રોયલ્ટી અથવા ખાણ ખનીજનો કોઇ પરવાનો અથવા રોયલ્ટી ન હતી તેની પાસે નિલકંઠ વેબ્રિજ ઉપલેટાની સ્લીપ તથા રોયલ્ટી હતી.

જેમાં વજન 18,800 કીલો ગ્રામ તેમા ડમ્પરનો વજન 8 હજાર કિલો બાદ કરતા નેટ વજન 10,800 વાળી સ્લીપ રજૂ કરી હતી. પોલીસને આ બાબતની શંકા જતાં તેમણે ઓવરલોર્ડ ડમ્પરને જામખંભાળિયા એપીએમસીના વજન કાંટે વજન કરાવતા રેતી ભરેલા ડમ્પર સહિતનો વજન 31825 કિલો હોય અને ખાલી ડમ્પરનો વજન 8 હજાર હોય, રોયલ્ટીમાં જણાવેલ વજન 9600 બાદ કરતા વધારાની 14225 કીલો રેતી ગેરકાયદે રોયલ્ટી વગર ભરેલી હોય, પોલીસે ડમ્પર સહિત રૂા. 10.80 લાખનો મુદ્દામાલ કબજે.

અન્ય સમાચારો પણ છે...