તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:એક વર્ષના સમયગાળામાં યંગ આસિસ્ટન્ટ કમિશનરે અનેક પડકાર જનક કામગીરી કરી

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલના મુખ્ય સચિવે કોરોના કાળમાં યંગ આસિસ્ટન્ટ કમિશનર ડોક્ટર ભાર્ગવ ડાંગરની ખાસ નિમણૂંક કરી હતી
  • વાવાઝોડા સમયે જામનગર થી ભાવનગર જઇ રાહત કામગીરીની કમાન સંભાળી હતી

જામનગર મહાનગરપાલિકાના સૌથી યંગ આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા અધિકારી જેને જામનગર મહાનગરપાલિકામાં એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે યંગ આસિસ્ટન્ટ કમિશનર ડોક્ટર ભાર્ગવ ડાંગરે એક વર્ષના સમયગાળામાં ઘણા પ્રકારની કામગીરી કરી છે. સૌથી પહેલા તેમની નિમણૂક કરવામાં આવી ત્યારે દેશ સહિત રાજ્યભરમાં અને ખાસ કરીને જામનગરમાં કોરોના મહામારી ચાલી રહી હતી. ત્યારે ગુજરાત રાજ્યના હાલના મુખ્ય સચિવ પંકજકુમારે ખાસ કોવિડ 19 ની કામગીરી કરવા માટે તેમની નિમણૂક કરી હતી. તેઓ પોતે પણ ડોક્ટર માંથી આસિસ્ટન્ટ કમિશનર બન્યા હતા અને મેડિકલનો તો ખાસ અનુભવ રહેતો જ હોય છે ત્યારે જામનગરમાં કોરોનાના કેસો ઢગલાબંધ આવતા હતા અને લોકો હોસ્પિટલમાં બેડ માટે વલખા મારી રહ્યા હતા

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ત્યારે જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ડો ભાર્ગવ ડાંગરે તંત્રની મદદથી મોટા પ્રમાણમાં બેડની સુવિધા વધારવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો.

વાવાઝોડા દરમિયાન પણ સારી કામગીરી કરી

ત્યારબાદ હજી તો કોરોના કાળ ચાલી રહ્યો હતો ત્યારે કુદરતી આફત રાજ્ય પર મંડાઈ રહી હતી. વાવાઝોડુ આવ્યું હતું ત્યારે યંગ અધિકારી અને

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ડોક્ટર ભાર્ગવ ડાંગરને જામનગર થી ભાવનગર રાજ્ય સરકારની સૂચનાથી રાહત કામગીરીની કોઓર્ડીનેશન કરવા માટે ખાસ કામગીરીની જવાબદારી સોંપાઈ હતી. જે સારી રીતે તેઓએ નિભાવી હતી.ફાયર સેફ્ટી મુદ્દે ખાસ ઝુંબેશ

શહેરમાં ફાયર સેફટી બાબતે ખાસ ઝુંબેશ ઉપાડી હતી. તેમાં અલગ-અલગ સંસ્થાઓ સરકારી કચેરીઓ હોસ્પિટલો સહિતની શાખાઓ સાથે તેમજ મિટીંગો કરી ફાયર સેફટી અંગે ખાસ કામગીરી કરી હતી અને ફાયર શાખામાં એન.ઓ.સી ની પ્રક્રિયા ઉપલબ્ધ કરાવવામાં મુખ્યત્વે કામગીરી કરી હતી.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

તેમજ જામનગર મહાનગરપાલિકા આરોગ્યતંત્રની પણ તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં આરોગ્યમાં મેડિકલ ઓફિસર, હેલ્થ વર્કરની પણ ભરતી અને બઢતી પ્રક્રિયામાં પણ મુખ્ય ભાગ ભજવી કામગીરી કરી છે.

આ બધી કામગીરીની સાથે સાથે રૂટીન કામગીરી પણ કરી રહ્યા છે. તેમાં ખાસ કરીને શહેરમાં વિકાસ ના કાર્યો ચાલી રહ્યા છે તે પણ અંગત રસ દાખવીને લોકોને સારી સુવિધાનો લાભ મળે તેથી હાલ કામગીરી કરી રહ્યા છે.

જ્યારે અધિકારીની વાત કરીએ તો ડોક્ટર થયા બાદ પ્રાંત અધિકારી મામલતદાર નાયબ કલેકટર અને હાલ જામનગર મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ કમિશનર કામગીરી કરી રહ્યા છે ટૂંકા ગાળામાં જ એને પડકારજનક કામગીરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...