દોડધામ:જામનગરમાં ન્યાઝની મીઠાઈ ખાધા બાદ 60થી વધુને ફૂડ પોઈઝનિંગ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામને પ્રાથમિક સારવાર અર્થે સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા

જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં ઇદના તહેવારને અનુલક્ષીને ન્યાઝની મીઠાઈ પીરસવામાં આવી હતી, જે મીઠાઈ ખાધા બાદ 60થી વધુ લોકોને વિપરીત અસર થતાં મોડી સાંજે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

જામનગરમાં વાઘેરવાડા નજીક ફકીર વાડા વિસ્તારમાં ઇદના તહેવારને અનુલક્ષીને ન્યાઝનું જમણ રાખવામાં આવ્યું હતું. જેમાં માવાની મીઠાઈનો લચકો બનાવાયો હતો, અને નાની વાટકીઓમાં તમામને પીરસવામાં આવ્યો હતો. બપોરે ભારે ગરમીના કારણે માવાની મીઠાઈમાં અસર થવા લાગી હતી, જેથી જે મીઠાઈ ખાનારા કેટલાક વ્યક્તિને ફૂડપોઈઝનિંગ થયું હતું.

વાઘેરવાડા અને આસપાસના વિસ્તારના 60 જેટલા નાગરિકો જેમાં ખાસ કરીને મહિલાઓ- પુરુષો તેમજ કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. જે તમામને તાત્કાલિક અસરથી મોડી સાંજે સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામની તાકીદની પ્રાથમિક સારવાર કરાયા પછી તેઓને ભય મુક્ત જાહેર કરાયા હતા અને મોટાભાગના લોકોને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ બનાવને લઈને જામનગરના મુસ્લિમ અગ્રણીઓમાં દોડધામ થઈ હતી, અને હોસ્પિટલે પહોંચી જઈ તમામ લોકોને પૂછપરછ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...