સિદ્ધિ:ખેલ મહાકુંભમાં જામનગરની શાળા નંબર 37ના છાત્રોનો ઉત્કૃષ્ટ દેખાવ

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોગાસન સ્પર્ધામાં પ્રથમ, દ્રિતિય અને તૃતિય નંબર મેળવ્યા

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત તથા જીલ્લા વહીવટી તંત્ર જામનગર સંચાલિત ખેલ મહાકુંભ 2021-22 ની જામનગર શહેર કક્ષાની યોગાસન સ્પર્ધા (અન્ડર-14) માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર સંચાલિત શાળા નં.37 રણજીતનગર માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ નાગર જીત સંજયભાઈ, જેઠવા ગૌરવ હસમુખભાઇ, સોનગરા ચંદ્રેશ ગૌતમભાઈએ વ્યક્તિગત સ્પર્ધામાં અનુક્રમે પ્રથમ,દ્વિતિય અને તૃતિય સ્થાન મેળવ્યું હતું.

રિધમિક સ્પર્ધામાં જેઠવા ગૌરવ હસમુખભાઈ પ્રથમ,અગેશણીયા મેહુલ ડી. દ્વિતિય અને સભાયા ભાવિન એમ.પાંચમા ક્રમે વિજેતા જાહેર થયા હતાં. ટ્રેડીશનલ યોગમાં નાગર જીત સંજયભાઈ પ્રથમ અને સોનગરા ચંદ્રેશ ગૌતમ દ્વિતિય ક્રમે વિજેતા થયા હતાં. ઉપરાંત શાળાના મ.શિ નિરજભાઈ જે.પોરેચા પણ વ્યક્તિગત અને આર્ટીસ્ટીક બંને સ્પર્ધાઓમાં શહેર કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. આગામી સમયમાં આ તમામ સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં માટે રમવા જશે.

અન્ય સમાચારો પણ છે...