વિદ્યાર્થીઓ ઝળક્યા:જામનગરની ઓશવાળ સ્કૂલનો ખેલમહાકુંભમા ઉત્કૃષ્ટ દેખાવ, છાત્રોએ પ્રથમ, દ્રિતિય, તૃતિય નંબર પ્રાપ્ત મેદાન માર્યુ

જામનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજય સરકાર દ્વારા યોજવામાં આવેલ ખેલ મહાકુંભ 2022માં ઓશવાળ સ્કૂલના બન્ને માધ્યમના કુલ 251 વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ લેવલ, ઝોન લેવલ તેમજ ડીસ્ટ્રીક લેવલ ખાતે એથ્લેટીક, ગોળા ફેક, ચક્ર ફેક, ભાલા ફેક, બરછી ફેક, લોંગ જમ્પલ હાઈજમ્પ, હેન્ડ બોલલ ખો-ખો, કુસ્તી, રનીંગ, ચેસ જેવી અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

જેમા 43 વિદ્યાર્થીઓએ ઝોન લેવલ તેમજ ડીસ્ટ્રીક લેવલ ઉપર અનુક્રમે પ્રથમ, દ્રિતિય, તૃતિય નંબર પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. છાત્રોની આ સિધ્ધિને શાળા સંચાલક મંડળના હોદેદારઓ, સભ્યઓ, બન્ને માધ્યમના આચાર્યઓ ચાંદનીબેન દોશી તેમજ રાગીણીબેન પાટલીયા તથા વ્યાયામ શિક્ષક પ્રેમીલાબેન ચૌહાણ દ્વારા બિરદાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...