તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:જામનગર મેડિકલ કોલેજના આઉટસોર્સિંગના કર્મચારીઓએ પડતર માગણીઓને લઈ ડીન ઓફિસ સામે ધરણા યોજ્યા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 350થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓ ફરજ પરથી અળગા રહ્યા

જામનગર આઉટ સોર્સ કર્મચારીઓ દ્વારા આજે પગાર વધારવા સહિતના મુદ્દે ગાંધી ચિંધ્યા માર્ગે સોશિયલ ડિસ્ટન્સ સાથે મેડિકલ કોલેજના ડીન ની ઓફિસ બહાર દેખાવો કર્યા હતા.

ક્યારેક કોન્ટ્રાક્ટ બેઝ પર રહેલા કર્મચારીઓને પગાર સહિતના મુદ્દાઓ અંગે આજે માત્ર 4 લોકો દ્વારા મેડિકલ કોલેજમાં ડીનની કચેરી બહાર દેખાવ કર્યા હતા.જ્યારે જામનગર પોલીસ દ્વારા આ કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓને ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો તમે લોકો ચાર લોકો થી વધુ એકઠા થશો તો તમારા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જેથી આજે ફક્ત 4 કર્મચારીઓ દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો તેમ જ બાકીના 350 જેટલા કર્મચારીઓ ફરજ પર ન જોડાયા હતા. જ્યારે ફરજથી અળગા રહેલા કર્મચારીઓ આ વિરોધ દર્શાવ્યો હતો. જ્યાં સુધી સરકાર દ્વારા આઉટસોર્સ કર્મચારી ઓની માગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ કર્મચારીઓ ફરજ પરથી દૂર રહેશે તેમ જણાવ્યું હતું.

જ્યારે આઉટસોર્સ કર્મચારી ઓ એ ફરજ પર નથી જોડાયા ત્યારે હોસ્પિટલોમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તેની તસવીરો પણ ગ્રુપમાં નાખી હતી જેમાં કર્મચારીઓની હડતાળના કારણે જવાબદારીઓ તેમજ અન્ય વિભાગોમાં દર્દીઓની ભારે ભીડ નજરે પડી હતી.જેમાં કોરોના મહામારી ચાલી રહી છે તેમાં હોસ્પિટલમાં જ કોરોના ની ગાઈડલાઈની ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા અને સોશિયલ ડિસ્ટન ના પણ લીરેલીરા ઉડી રહેલા દ્રશ્યો જોવા મળ્યા.

રાજેશ ધ્રાંગાના નામના લેબોરેટરી ટેકનીશીયને કહ્યું હતું કે, 144 કલમ લાગુ હોવાને કારણે અમે તમામ આઉટસોર્સ કર્મચારીઓ ઘરબેઠા ગાંધી ચિંધ્યા માર્ગે અનિશ્ચિતકાળ સુધી હડતાળમાં જોડાઇ રહ્યા છે. અમારી માંગણી પગાર અને આઉટસોસિગ કર્મચારી ને કાયમી કરી તેવી માંગણીઓ કરી હતી અને અમારા પડતર પ્રશ્નો ઘણા ટાઈમથી પડ્યા છે અમે ઘણી વખત આવેદનપત્ર આપી આવે છે. અમને દર વખતે અપેક્ષાની બદલે ઉપેક્ષા સહન કરવી પડી છે.

અન્ય સમાચારો પણ છે...