આક્ષેપ:ચાંદીબજારમાંથી દિવસમાં ચાર વખત વાહન ટોઇંગની કાર્યવાહીથી ભારે રોષ

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના નગરસેવક અને વેપારીઓએ ટ્રાફીક પોલીસને આવેદન પાઠવ્યું
  • શહેરના અન્ય વિસ્તારો પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાનો આક્ષેપ

જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં 4 વખત વાહન ટોઇંગ કરવામાં આવે છે. જયારે અન્ય વિસ્તારો પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાના આક્ષેપ સાથે ભાજપના નગરસેવક અને વેપારીઓએ ટ્રાફીક પોલીસને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ટ્રાફીક પોલીસને ભાજપના નગરસેવક ધીરેન મોનાણી અને વેપારીઓએ પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, ચાંદીબજાર સર્કલમાંથી દિવસના ચાર થી પાંચ વખત વાહનો ઉપાડવામાં આવે છે. તેની આજુબાજુના વિસ્તારોમાં પાણ પાર્કિંગની સમસ્યા છે.

છતાં ત્યાંથી વાહનો ઉપાડવામાં આવતા નથી. આટલું જ નહીં કયારે તો રાત્રીના 8 વાગ્યા બાદ પણ વાહનો ઉપાડવામાં આવે છે. વળી ચાંદીબજારમાં 8 રીક્ષા સ્ટેન્ડમાં 10 થી વધુ રીક્ષા ઉભી રહે છે. જેના કારણે વાહનો રાખી શકાતા નથી. શહેરના અન્ય વિસ્તારોમાં પણ વાહન પાર્કિંગની સમસ્યા છે. છતાં તેના પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તો કાર્યવાહી કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...