તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોના MPHW કર્મીઓને છૂટા કરાતા રોષ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિ.પં.ના પૂર્વ ઉપપ્રમુખે કમિશ્નરને આવેદન : યોગ્ય કાર્યવાહી નહીં તો ધરણાંની ચિમકી

જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા એમપીએચડબલ્યુ કર્મચારીઓને જુદા-જુદા બહાના હેઠળ છૂટા કરવામાં આવતા જિલ્લા પંચાયત ઉપપ્રમુખે કમિશ્નરને આવેદન પાઠવ્યું હતું. જેમાં જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડે કમિશ્નરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, મનપામાં આરોગ્ય કેન્દ્રોમાં છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા એમપીએચડબલ્યુ કર્મચારીઓને જુદા-જુદા બહાના બતાવી છૂટા કરાયા છે. તો બીજી બાજુ નવા કર્મચારીઓને આઉટસોર્સથી રાખવામાં આવ્યા છે. આથી કર્મચારીઓની ભરતીમાં લાગવગશાહી અને ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો છે. બીજીબાજુ આ કાર્યવાહીથી કર્મચારીઓમાં પણ રોષની લાગણી ફેલાઇ છે. આથી જો આ બાબતે 2 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કર્મચારીઓ સાથે ધરણાંની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...