તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહેવાસીઓની ફરિયાદ:નવાગામ ઘેડ વિસ્તારમાં નળવાટે આવતા દૂષિત પાણીથી આક્રોશ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં
  • છેલ્લાં ઘણાં સમયથી સમસ્યા હોવા છતાં કોઇ પગલાં નહીં

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં નળ વાટે દૂષિત પાણી વિતરણની ફરિયાદ રહેવાસીઓમાં જોરશોરથી ઉઠી છે. આ સમસ્યા છેલ્લાં ઘણાં સમયથી હોવા છતાં મહાનગરપાલિકા કુંભ કર્ણની નિંદ્રામાં રાચતા ભારે રોષની લાગણી ફેલાઇ છે.

નવાગામ ઘેડ વિસ્તારમાં છેલ્લાં ઘણાં દિવસોથી નળ વાટે ગટર જેવું દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો સામાન્ય બની છે. જેના કારણે રહેવાસીઓમાં રોગચાળાનો ભય ઉભો થયો છે. નળ વાટે દૂષિત પાણીની સમસ્યા ઘણાં સમયથી પ્રર્વતી રહી છે. આ બાબતે મનપામાં અનેક વખત રજૂઆતો પણ કરાઈ હોવા છતાં હજુ કોઇ ઉકેલ આવ્યો ન હોવાની રાવ રહેવાસીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...