જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરના નબળા કામની ફરિયાદ સાથે રહેવાસીઓએ હોબાળો મચાવી કામ અટકાવી દેતા ચકચાર જાગી છે. આ બનાવના પગલે મહાપાલિકાના અધિકારીઓ દોડી ગયા હતાં. લેવલ વગર સીધા મસમોટા પાઇપ નાખવામાં આવી રહ્યાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.
જામનગરમાં ગુલાનગર અને નારાયણનગર વિસ્તારમાં મહાપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. પરંતુ ભૂગર્ભ ગટરનું કામ સ્પેશીફીકેશન મુજબ ન કરી લોલંમલોલ ચાલતું હોવાની ફરિયાદ રહેવાસીઓમાં ઉઠી હતી.
આમ છતાં મનપા દ્રારા કોઇ પગલાં ન લેવામાં આવતા સોમવારે રહેવાસીઓ ભૂગર્ભ ગટરનું કામ જયાં ચાલી રહ્યું હતું તે સ્થળે એકઠા થયા હતાં અને યોગ્ય લેવલ વગર પાઇપલાઇન નાખવામાં આવતી હોય વિરોધ વ્યકત કરી હોબાળો મચાવ્યો હતો. આટલું જ નહીં રહેવાસીઓએ કામ અટકાવી દીધું હતું. આથી મહાનગપાલિકાના અધિકારીઓ દોડી ગયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.