ગાયમાં લમ્પી વાયરસ:ગાયમાં લમ્પી વાયરસનો ફેલાવો યથાવત, 202 ગાયોની સારવાર

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિનવારસુ ગાયને રસી આપવા આવેદન, 1752ને રસીકરણ
  • રોજના​​​​​​​ 30 કેસ ઘટીને 8 પર પહોંચ્યા : વેટરનિટી ઓફીસર

જામનગરમાં ગાયમાં લમ્પી વાયરસનો ફેલાવો યથાવત રહ્યો છે. અત્યાર સુધીમાં અસરગ્રસ્ત 202 ગાયની સારવાર કરાઇ છે. 1752 ગાયનું રસીકરણ કરાયું છે. બિનવારસુ ગાયનું રસીકરણ કરવા કમિશ્નરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે. જો કે, વેટરનીટી ઓફીસરે રોજના 30 કેસ ઘટીને 8 પર પહોંચ્યાનું જણાવ્યું છે.

જામનગરમાં ગાયમાં લમ્પી વાયરસ દેખાતા પશુમાલિકોમાં ચિંતા પ્રસરી છે. લમ્પી વાયરસનો પ્રથમ કેસ ગત તા.2 મે ના નોંધાયો હતો. હજુ ગાયમાં લમ્પી વાયરસનો ફેલાવો યથાવત રહ્યો છે. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા ગાંધીનગરથી રસીના ડોઝ મંગાવી ગાંધીનગર, મચ્છરનગર, પુનીતનગર, નવાગામ ઘેડ, નાગના, વિભાપરમાં લમ્પી વાયરસનો ભોગ બનેલી 202 ગાયની સારવાર કરાઇ છે. જયારે 1752 ગાયનું રસીકરણ કરાયું છે.

હજુ ગાયમાં લમ્પી વાયરસનો ફેલાવો ચાલુ હોય બુધવારે વોર્ડ નં.4ના કોંગી નગરસેવિકા રચનાબેને બિનવારસુ ગાયનું રસીકરણ કરવા આવેદન પાઠવ્યું હતું. શહેરના વેટરનીટી ઓફીસર ડો. અનિલ વિરાણીએ ગાયમાં લમ્પી વાયરસનો ફેલાવો ધીમો પડયાનું અને રોજના 30 કેસ ઘટીને 8 પર પહોંચ્યાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...