કામગીરી સામે સવાલ:જામનગરમાં 5 વર્ષમાં ખાદ્યસામગ્રીના 794 સેમ્પલમાંથી ફકત 6 મીસબ્રાન્ડ, 2 અસલામત

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 39 નમૂનામાં નીચી ગુણવતા ખુલી: વર્ષ-2018માં સૌથી વધુ 204 નમૂના લેવાયા હતા

જામનગરમાં મહાનગરપાલિકાની ફુડશાખા દ્વારા 5 વર્ષમાં ખાધસામગ્રીના 794 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ફકત 6 મીસ બ્રાન્ડેડ અને 2 અસાલામત એટલે કે આરોગ્યને હાનિકારક જણાતા ફૂડશાખાની સેમ્પલ લેવાની કામગીરી સામે સવાલ ઉઠયા છે. 39 સેમ્પલમાં નીચી ગુણવતા હોવાનું ખૂલ્યું છે. વર્ષ-2018 માં સૌથી વધુ 204 નમૂના લેવાયા હતાં. જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા સમયાતંરે ખાસ કરીને તહેવારો પર ડેરી, રેસ્ટોરન્ટ, મીઠાઇની દુકાનો સહિતના સ્થળો પરથી ખાધસામગ્રીના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે.

પરંતુ મનપાની ફુડ શાખાની કામગીરી ચોકકસ સમયગાળા દરમ્યાન કરવામાં આવતી હોય શંકાના દાયરામાં રહે છે. આટલું જ નહીં છેલ્લાં 5 વર્ષમાં શહેરમાંથી ફુડ શાખા દ્વારા ખાધસામગ્રીના કુલ 794 નમૂના લેવામાં આવ્યા છે. જેને વડોદરા ફુડ એન્ડ ડ્રગ વિભાગની લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલાયા છે.

જેમાંથી 39 નમૂનામાં નીચી ગુણવતા હોવાનું ખુલ્યું છે. જયારે 6 નમૂના મીસ બ્રાન્ડેડ અને 2 નમૂના આરોગ્યને હાનિકારક હોવાનું ખૂલ્યું છે. જામનગરમાં છાશવારે ફુડશાખા દ્વારા ફકત તહેવારો પર જ ચેકીંગ કરવામાં આવે છે. પરંતુ સામાન્ય દિવસોમાં ચેકીંગ કરવામાં આવતું નથી. જેના કારણે ફુડશાખાની કામગીરી સામે સવાલ ઉઠયા છે. તહેવારો પર ચેકીંગ કરવામાં આવતા વેપારીઓમાં પણ રોષની લાગણી જોવા મળે છે.

ફેકટફાઇલ:5 વર્ષમાં ખાધસામગ્રીના નમૂના લેવાયા

વર્ષકુલ સેમ્પલનીચી ગુણવતામીસ બ્રાન્ડેડઆરોગ્ય હાનિકારક
20179021-
20182041222
201914151-
2020168152-
20211915--

​​​​​​​

નમૂનાના ચેકીંગ માટે લેબોરેટરી નથી
જામનગરમાં ખાધસામગ્રીના નમૂના ફુડશાખા દ્વારા નમૂના લેવામાં આવે છે. પરંતુ વર્ષોથી ખાધસામગ્રીના નમૂના માટે ચેકીંગની લેબોરેટરી નથી. દર વખતે ખાધસામગ્રીના નમૂના ચેકીંગ માટે વડોદરા મોકલવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...