તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Out Of 43 Cases Of Corona, 35 Cases Are From The City Only! 4 More Patient Deaths, Still On The Verge Of Death From Epidemic: 140 Active Cases

સાવધાન જામનગર !:કોરોનાના 43 કેસમાંથી 35 કેસ માત્ર શહેરના ! વધુ 4 દર્દીના મોત, મહામારીથી મૃત્યુના આંક પર હજુ ઢાંકપિછાડો : 140 એકટિવ કેસ

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાં તપાસની તસવીર - Divya Bhaskar
કોરોનાં તપાસની તસવીર

જામનગરમાં દિવાળીના તહેવારો પૂર્વે તંત્ર દ્વારા કોરોનાના એન્ટીજન ટેસ્ટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ તહેવાર બાદ મહામારી વકરતા રાજયસરકારની સૂચનાના પગલે ટેસ્ટ વધારવામાં આવતા જામનગરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. કારણ કે, શહેરમાં એક દિવસમાં 35 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે 4 દર્દીના મોત નિપજયા છે. 24 કલાકમાં કુલ નોંધાયેલા 43 કેસમાંથી પોણાભાગના કેસ તો જામનગર શહેરના છે. જો કે, હજુ તંત્ર દ્વારા કોરોના મહામારીથી થતાં મૃત્યુના આંકડા પર ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે. શુક્રવારની સ્થિતિએ શહેર-જિલ્લામાં 140 એકટીવ કેસ રહ્યા છે.

જામનગર શહેરમાં કોરોનાનો પ્રકોપ પુન: વધ્યો છે. ગુરૂવારે રાત્રીથી શુક્રવારે સાંજ સુધીમાં જી.જી.હોસ્પિટલના કોવીડ વોર્ડમાં ચાર દર્દીના મૃત્યુ નિપજયા છે. જયારે શુક્રવારે શહેરમાં 35 અને જિલ્લામાં 8 મળી કુલ 43 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે શહેરમાં 17 અને જિલ્લામાં 14 મળી કુલ 31 દર્દીએ કોરોનાને હરાવતા ડીસ્ચાર્જ કરાયા છે. શુક્રવારની સ્થિતિએ શહેરમાં 75 અને જિલ્લામાં 65 મળી કુલ 140 એકટીવ કેસ રહ્યા છે. શહેરમાં પુન: દૈનિક 1500 થી 2000 એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવતા ટેસ્ટમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. જો કે, કોરોનાથી થતાં મૃત્યુના આંકડા પર હજુ તંત્ર દ્વારા ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે.

કાલાવડ માર્કેટ યાર્ડમાં વેપારી સહીત 9 સંક્રમીત, યાર્ડ ત્રણ દિવસ માટે બંધ
કાલાવડ માર્કેટ યાર્ડમાં કોરોના અન્વયે એન્ટીજન ટેસ્ટ કરવામા આવતા યાર્ડના બે વેપારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવઆવ્યો હતો. આટલું જ નહીં બંને વેપારીના પરિવારના કુલ 9 વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાકાલાવડ માર્કેટીંગ યાર્ડ ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન યાર્ડમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શહેરમાં હોટલ અને ગુજરીબજારમાં 246 ટેસ્ટ, તમામ રિપોર્ટ નેગેટિવ
જામનગરમાં શુક્રવારે વિકાસ રોડ પર તંત્ર દ્વારા ચા-પાનની લારી, દુકાનદારો, કોમ્પલેક્ષમાં આવેલા શોરૂમ, હોટલ અને લોકોના મળી કુલ 61 અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાયેલી ગુજરી બજારમાં 186 ફેરિયાના કોરોનાના એન્ટીજન ટેસ્ટ કરાયા હતાં. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...