હેપી બર્થ ડે જામનગર:આપણું જામનગર આજે 483 વર્ષનું થયું, નવાનગર, હાલાર, છોટીકાશી, બ્રાસ સિટી કે સૌરાષ્ટ્રનું પેરિસ... કંઇ પણ કહો !

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રાવણ સુદ સાતમ એટલે જામનગર શહેરનો સ્થાપના દિવસ છે તેના ઈતિહાસ પર નજર કરીએ તો શ્રાવણ સુદ સાતમ વિક્રમ સવંત 1596માં કચ્છ કિનારેથી રણ ઓળંગી સેના સાથે આવેલા જામરાવળે વવાણીયા બંદર પાસે મોરાણા ગામ જીત્યું. આ પ્રદેશનું શાસન દેદાતમાચી પાસે હતું, તેનો વધ કરીને આમરણ અને જોડીયા પંથક જીત્ય. ત્યારથી જામરાવળે આગેકુચ કરને ખીલોશ ઉપર વિજય મેળવ્યો. જામરાવળ જેમ જેમ પ્રદેશો જીતતા ગયા, તેમનુ સામ્રાજય વિસ્તરતુ ગયું હતું.

જામરાવળે જુના નાગના પાસેથી રંગમતી અને નાગમતી નદીના સંગમ સ્થાને ઈ.સ.1543 અને વિક્રમ સવંત 1596માં શ્રાવણ સુદ સાતમના દિવસે બે ગાઉ દુર નગર સ્થાપ્યું, જે પાછળથી નવાનગર તરીકે જાણીતું થયું અને નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે. જામનગરની સ્થાપના બાદ શહેરના વિકાસ અનેક કામગીરી કરવામાં આવી, જેમાં જામરાવળ શહેરને સ્થાપના બાદ પાયાની સુવિધાઓ પુરી પાડી હતી. તે બાદ રાજા રણમલે શહેરની મધ્યમાં રણમલ તળાવ બનાવ્યું હતું અને બાદ રાજા અજીતસિહંજીએ ક્રિકેટની દુનિયમાં જામનગરને સ્થાન આપ્યું.

જામનગર તમામ રાજવીઓ શહેરને કંઈક નવુ આપીને અનોખી ઓળખ આપી છે. શહેરની સ્થાપનાથી અત્યાર સુધીમાં અનેક ઉપનામ મળ્યા છે. જેમાં હાલાર, નવાનગર, જામનગર, છોટેકાશી, સૌરાષ્ટ્રભરનું પેરિસ, બ્રાસ સીટી નામથી ઓળખાય છે. તેમજ જામનગર આયુર્વેદ યુનિવર્સિટી, બાંધણી, ક્રિકેટ, બ્રાસપાર્ટ સહિત અનેક બાબત માટે પ્રખ્યાત બન્યુ છે.

ખંભાળિયા ગેઈટને તાળા લાગી જતા
જામનગર શહેરમાં પ્રવેશ કરવાના મુખ્ય દ્વારોમાંથી એક ખંભાળિયા ગેઈટનો દરવાજો હતો, જે તે સમયે રાત્રિના સમયે બંધ કરી દેવામાં આવતો હતો અને ત્યાં ચોકીદારો ચોકીપહેરા ભરતા. સમય જતા આ ખંભાળિયા ગેઈટ હવે ઐતિહાસિક વારસો બની ગયો છે.

જૂના રેલવે સ્ટેશને પિત્તળના પાટા હતા
​​​​​​​જામનગર શહેરની મધ્યમાં જૂનું રેલવે સ્ટેશન જે તે સમયે રાજવી વખતે સ્થાપના કરવામાં આવી હતી. કહેવાતું કે, અહીં પિતળના પાટાઓ હતા. રેલવે સ્ટેશનની સાથે અહીં વર્કશોપ પણ હતું. સમય જતા રેલવે સ્ટેશનનું સ્થળાંતર થતા આ ઐતિહાસિક જૂનું રેલવે સ્ટેશન નામશેષ થઈ ગયું છે.

આ ચાંદી બજાર છે.. ફોટો જોઇને માનશો ?
ચાંદી બજાર વિસ્તાર શહેરની મધ્યમાં આવેલો છે. અહીં જૈનોના અસંખ્ય દેરાસરો અને મંદિરો આવેલા છે. વર્ષોથી અહીં પૂજા-પાઠ થાય છે. જે તે સમયે વિશાળ જગ્યામાં ફેલાયેલા આ ચાંદી બજાર વિસ્તાર સમય જતા સિમેન્ટના જંગલમાં ધીમે ધીમે ફેરવાઈ ગયું છે.

વ્હોરાના હજીરા પાસે હોડીઓ ચાલતી
વ્હોરાના હજીરા પાસે આવેલા મંદિરોના કારણે જામનગર છોટીકાશીનું બિરૂદ પામ્યું છે. અહીં આવેલી રંગમતી નાગમતી નદી કે જે જામનગરની સ્થાપના માટેનું એક મુખ્ય કારણ છે. તેમાં એક સમયે હોડીઓ ચાલતી અને લોકો મેળા વખતે આ હોડીઓમાં મજા માણતા.

અન્ય સમાચારો પણ છે...