ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવશે જે અન્વયે સીનીયર સિટીઝન્સની સાત રમત જેવી કે એથ્લેટીક્સ, શુટિંગ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેચ, અને ટેનીસબોલ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. જેમાં એથ્લેટીક્સ ભાઈઓ તથા બહેનો માટે 100, ૨૦૦, ૪૦૦, ૮૦૦ તથા ૧૫૦૦ મીટર દોડ, ૫ કી. મી.જલદ ચાલ, લાંબી કૂદ, ઉંચી કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક ઇવેન્ટ યોજાશે. જેમાં ભાગ લેવા ઇચ્છુક સીનીયર સીટીઝન ખેલાડીઓ પોતાનું અરજી ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી , જિલ્લા સેવા સદન -૪ , પ્રથમ માળ રૂમ નં - ૪૨-૪૩ , રાજપાર્ક પાસે , જામનગર ખાતે મેળવી તા.5 સપ્ટે. સુધીમાં પરત જમા કરવાનું કરવાનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.