યુવાનોના સ્વપ્નને સાકાર કરવા પ્રયત્ન:જામનગર જિલ્લામાં યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન, 15 થી 29 વર્ષની વય ધરાવતા સ્પર્ધામાં ભાગ લઈ શકશે

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​ઓફલાઈન સ્પર્ધા ફોર્મ તા.6 ઓગસ્ટ સુધીમાં મેળવી લેવાના રહેશે

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ગાંધીનગરના ઉપક્રમે પ્રતિવર્ષ યુવાનોના સ્વપ્નને સાકાર કરવા, તેમની કલાત્મક અને સર્જનાત્મક શક્તિઓને બહાર લાવી તેને ખીલવવાના દિવ્ય ઉદેશ્ય સાથે યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ૧૫ કૃતિઓ ઓફલાઈન અને 18 કૃતિઓની વિડીયો કલીપ મારફતે યોજવામાં આવશે.

આ યુવા ઉત્સવ સ્પર્ધામાં 15 થી 29 વર્ષની વય ધરાવતા તમામ યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. જે યુવક-યુવતીઓ ભાગ લેવા માંગતા હોય તેઓ અરજી ફોર્મ જામનગર ગ્રામ્ય વિસ્તારના તાલુકાકક્ષાએ તાલુકા કન્વીનર ધ્રોલ તાલુકામાં જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ ખાતે લીલાબેન સીતાપરા મો. 93754 85090 તેમજ જોડિયા તાલુકામાં સાઈ માધ્યમિક શાળા જોડિયા ખાતે જગદીશભાઈ વિરમગામા મો.9979 399062 તેમજ જામજોધપુર તાલુકામાં આર.એમ.ટીલવા હાઈસ્કૂલ-સીદસર ખાતે અખિલભાઈ બુટાણી મો.90811 71581 તેમજ કાલાવડ તાલુકામાં જે.પી.એસ.સ્કૂલ ખાતે રમેશભાઈ દોંગા મો. 99744 01472 તથા લાલપુર તાલુકામાં સણોસરી માધ્યમિક શાળા ખાતે ધીરજભાઈ પરમાર મો. 94261 38010 તેમજ જામનગર તાલુકામાં ધ પટેલ ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ ધ્રાંગડા ખાતે કેતનભાઈ વાળા મો. 97259 22747નો સંપર્ક કરવાનો રહેશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા યુવક-યુવતીઓએ ફોર્મ ગ્રામ્યમા ઉક્ત લગત કન્વીનર તેમજ શહેર વિસ્તારમા ભાગ લેવા ઈચ્છતા હોય તેઓ જીલ્લા રમત ગમત કચેરી,જીલ્લા સેવા સદન-4, રૂમ નં. 42, રાજપાર્ક પાસે,જામનગર ખાતેથી ઓફલાઈન સ્પર્ધા ફોર્મ તા.6 ઓગસ્ટ 2022 તેમજ ઓનલાઈન સ્પર્ધા ફોર્મ વિડીયો સીડી સાથે તા.12 ઓગસ્ટ સુધીમાં મેળવીને પરત જમા કરવાનું રહેશે. વધુ માહિતી માટે કચેરીનાં ફોન નં. 0288-2571209 ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી. એમ. આઈ. પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...