જામનગર આણંદાબાવા સેવા સંસ્થા, લીમડા લેન જામનગર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, રાજ્ય સરકાર હેઠળના નિયામક સમાજ સુરક્ષા ખાતા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જામનગર જિલ્લાની સરકારી-બિનસરકારી બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરતી વિવિધ બાળ કલ્યાણ સંસ્થાઓના બાળકો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આણંદાબાવા સંચાલિત ચિલ્ડ્રન હોમ હોર બોયઝ વચ્ચે છોકરાઓની એક મેચનુ અને કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સામે આણંદાબાવા સેવા સંસ્થા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વચ્ચે છોકરીઓની એક ક્રિકેટ મેચનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને મેચની વિજેતા ટીમને મેન ઓફ ઘ મેચ, બેસ્ટ બોલર તેમજ બેસ્ટ બેટ્સમેનના પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.આર.પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અધિક્ષક આર.જે.શિયાર, કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના અધિક્ષક, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, જામનગર પ્રમુખ એમ.આર.પટેલ, કસ્તુરબા વિકાસ ગૃહ, જામનગર પ્રમુખ કરશનભાઈ ડાંગર, આણંદાબાબા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી, આણંદાબાબા સેવા સંસ્થાના માનદમંત્રી ઉદયભાઈ ત્રિવેદી, આણંદાબાવા સેવા સંસ્થા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના કર્મચારીઓ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કચેરીના કર્મચારીશ્રીઓ હાજર રહયા હતા. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કચેરીના સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.