વહીવટીતંત્રનો આદેશ:જામનગર નજીકના બેડીમાં બીનખેતી વગરની જમીન 90 દિ’માં પૂર્વવત સ્થિતિમાં કરવા હુકમ

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શરતભંગના કેસમાં કલેકટરના હુકમ બાદ વહીવટીતંત્રનો આદેશ

જામનગર નજીકના બેડી વિસ્તારમાં બે જુદા જુદા સર્વે નંબરમાં આવેલી 3.89 અને 4.08 હેકટરવાળી ખેતીની જમીન બીનખેતી કર્યા વગર વેચવા અને તેના પર બાંધ કામ કરવા અંગે કેટલાક વ્યક્તિઓ સામે કલેકટરની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારપછી શહેર મામલતદારે જે તે સમયે બન્ને સર્વે નંબરમાં રોજકામ કર્યું હતું.

જેમાં 1 જમીનમાં દુકાન, મકાન મળી 70 જેટલા બાંધકામ થયાનું નોંધાયું હતું. ત્યારબાદ જિલ્લા કલેકટરે જમીનોમાં જમીન મહેસુલ કાયદાની શરતભંગ અંગે સંબધિતોને જમીનોમાં બીનખેતીના આકારના નાણા શહેર મામલતદાર કચેરીમાં જમા કરાવવાના આદેશ સાથે જમીન 90 દિવસમાં પૂર્વવત સ્થિતિમાં મૂકવા હુકમ કર્યો હતો.

આ હુકમથી નારાજ કોઈપણ પક્ષકાર આગામી નેવું દિવસમાં મહેસૂલ સચિવ (વિવાદ) સમક્ષ અપીલ કરી શકશે. કલેકટરના હુકમ પછી વહીવટી તંત્રએ વાદગ્રસ્ત જગ્યામાં બેનર મુકીને મકાન કે પ્લોટની લેં-વેચ નહી કરવા જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...