આદેશ:શહેરમાં મતદાનના દિવસે સવેતન રજા આપવા આદેશ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોમર્શિયલ- ઔદ્યોગિક એકમના કર્મચારીને લાભ મળશે

જામનગર મનપાના વિસ્તારમાં આવતી તમામ દુકાનો, કારખાનાઓ તેમજ ઔદ્યોગિક અને કોમર્શિયલ એકમોમાં કામ કરતા કર્મચારીઓને સવેતન મતદાન કરી શકે તે માટે રજા આપવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જામનગર મનપામાં આવતી જામનગર (દક્ષિણ), જામનગર (ઉત્તર) અને ગ્રામ્ય વિસ્તારની બેઠકોના મતવિસ્તારમાં આવતી દુકાનો, કારખાનાઓ, પાનના ગલ્લાઓ તેમજ જુદા જુદા કોમર્શિયલ અને ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા તમામ કર્મચારીઓને સવેતન રજા આપવા માટેનું જાહેરનામું નાયબ કમિશનર જામનગર મહાનગરપાલીકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેથી લોકો શાંતપૂર્ણ રીતે મતદાન કરી શકે. તેમને સવેતન રજાનો લોકોન હક્ક ગણાવ્યો છે જેનું ચૂસ્તપણે પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...