તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજયની સાથે જામનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં મંગળવારથી તમામ શિક્ષકોને હાજર થવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. કોરોનામાં લોકડાઉનના પગલે જામનગર સહિત રાજયની તમામ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરાયું હતું. હાલમાં પણ રાજયની પ્રાથમિક શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ હોય હોમ લર્નીંગ દ્વારા અભ્યાસ કરાવામાં આવી રહ્યો છે.
આ સ્થિતિમાં તાજેતરમાં રાજયમાં ધો.9 થી 12ના વર્ગો શરૂ કરાયા છે. જયારે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને રોટેશન બેઇઝ પર ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી હતી. પરંતુ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને તા.6 ફેબ્રુઆરીના પાઠવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજયમાં કોરોનાનું પ્રમાણ ઘટતાં પ્રાથમિશ શાળાઓમાં શિક્ષકો માટે રોટેશન બેઇઝની સૂચના રદ કરી તા.9 ફેબ્રુઆરી મંગળવારથી પ્રાથમિક શાળઓમાં ફરજ બજાવતા તમામ પ્રાથમિક અને મુખ્ય શિક્ષકોની 100 ટકા હાજરી રાખવા આદેશ કર્યો છે. પ્રાથમિક શાળાઓનો સમય સવારના બદલે પૂર્ણ સમય કાર્યરત રહેશે.
છાત્રોને શાળાએ બોલાવાના નથી
પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોએ શાળામાં હાજર રહી સ્કૂલ એક્રીડીએશન, શેરી શિક્ષણનું મૂલ્યાંકન, એકમ કસોટી ચકાસણી, ડેટા એન્ટ્રી સહિતની શિક્ષણલક્ષી કામગીરી કરવાની રહેશે તથા છાત્રોને શાળાએ ન બોલાવવા તેમ પરિપત્રમાં જણાવાયું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.