તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવાજૂનીના એંધાણ:જામ્યુકોના વિરોધપક્ષની રિક્વિઝેશન બેઠકની માંગણી મેયરે ફગાવી દીધી, વિપક્ષ લાલઘૂમ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી જનરલ બોર્ડના એજન્ડામાંથી પ્રશ્નોત્તરી બાકાત કરી દેવાઇ
  • કોરોનાની ચર્ચાના ઇન્કારથી વિપક્ષ આકરા પાણીએ : કહ્યું, નિયમોને ઢાલ બનાવી ભાજપ પીછેહઠ કરે છે

જામ્યુકોના વિરોધપક્ષની રિકવીઝેશન બેઠકની માંગણ મેયર ફગાવી દેતા ચકચાર જાગી છે. કોરોના માહામારીની ચર્ચાના ઇન્કાર અને આગામી જનરલ બોર્ડના એન્જડામાંથી પ્રશ્નોતરી બાકાત કરાતા વિપક્ષ આકરા પાણીએ હોય નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. સત્તાપક્ષ નિયમોનો ઢાલ તરીકે ઉપયોગ કરીને જવાબદારીથી ભાગી રહ્યો હોવાનો વિપક્ષે આરોપ મૂકયો છે.

જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફીએ કોરોના મહામારીમાં શહેરીજનોને પડતી મુશ્કેલી અને ફરિયાદોની ચર્ચા માટે ગત તા.28 એપ્રિલના મેયરને પત્ર પાઠવી રિકવીઝેશન બેઠક બોલાવવા માંગણી કરી હતી. પરંતુ મેયરે તા.12 મે ના વિપક્ષના નેતાને પાઠવેલા પત્રમાં નિયમ મુજબ વિપક્ષના સભ્યોની પુરતી સંખ્યા થતી ન હોય રિકવીઝેશન બેઠકની માંગણી ફગાવી દીધી હતી. આ અંગે વિપક્ષના નેતાએ મેયરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જનરલ બોર્ડ બોલાવાની માંગણીના નિયમોનો ઢાલ તરીકે ઉપયોગ કરી સતાપક્ષ દ્વારા પીછેહઠ કરવામાં આવી છે. વળી, 18 મે ના મળનારી જનરલ બોર્ડમાં ચૂંટણી સિવાય કોઇ એન્જડા નથી. બહુમતીના કારણે લોકોનો અવાજ દબાવી શકાય નહીં. જો આ જ કાર્યપ્રણાલી ચાલુ રહી તો આગામી દિવસોમાં લોકોને સાથે રાખી આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...