દુષિત પાણીની સમસ્યા:શહેરના પાણી પુરું પાડતા સસોઈ ડેમનું પાણી દૂષિત થતા વિપક્ષી સભ્યોએ પાણીનો ઉપયોગ બંધ કરાવ્યો

જામનગર9 મહિનો પહેલા
  • શહેરના અલગ અલગ વિસ્તારમાં દૂષિત પાણીની ફરિયાદ

જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં નળમાં દૂષિત પાણી વિતરણ થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આજે વિપક્ષી સભ્યો સસોઈ ડેમની મુલાકાતે પહોંચ્યા હતા. જામનગર શહેરને પીવા માટે જે પાણી પુરું પાડવામા આવે છે તેમાંનું 10 થી 15 એમએલડી પાણી સસોઈ ડેમમાંથી આપવામા આવે છે.

પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર અલ્તાફ ખફી સહિતના કૉંગ્રેસના કોર્પોરેટરોએ સસોઈ ડેમની મુલાકાત
પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર અલ્તાફ ખફી સહિતના કૉંગ્રેસના કોર્પોરેટરોએ સસોઈ ડેમની મુલાકાત

પાણી શુદ્ધના થાય ત્યાં સુધી ઉપયોગ બંધ કરવાની માગપૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર અલ્તાફ ખફી સહિતના કૉંગ્રેસના કોર્પોરેટરોએ સસોઈ ડેમની મુલાકાત લીધી હતી.અહીં આવેલા ફિલ્ટર પ્લાન્ટની મોટર બંધ કરાવી દીધી હતી. તો સાથે સ્થળ પરથી મનપા કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જ્યાં સુધી સસોઈ ડેમનું પાણી શુદ્ધ ના થાય ત્યાં સુધી શહેરીજનોને વિતરણ નહીં કરવા કહ્યું હતું.

સોસાઈ ડેમ
સોસાઈ ડેમ

કૉંગ્રેસના કોર્પોરેટરોએ કહ્યું હતું કે, સસોઈ ડેમના પાણીનો કલર હાલ લીલો થઈ ચૂક્યો છે. આ પાણી જ્યાં સુધી શુદ્ધ ના થાય ત્યાં સુધી વિતરણ થવું જોઈએ નહીં,. જો આ પાણી વિતરણ કરવામા આવે તો લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...