તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિમોન્સૂન કામગીરીમાં પોલમપોલ?:ચોમાસુ નજીક આવી ગયું હોવા છતા શહેરમાં વરસાદી પાણી નિકાલની કેનાલ સાફ ના થતા વિપક્ષે સવાલ ઉઠાવ્યા

જામનગર6 દિવસ પહેલા
  • જામનગર મનપાએ પ્રિમોન્સૂન કામગીરી માટે 46 લાખ રૂપિયા ફાળવ્યા

ચોમાસુ નજીક આવી ગયું હોવા છતા જામનગર શહેરમાં વરસાદી પાણીના નિકાલની કેનાલની સમયસર સફાઈ ના થતા વિપક્ષે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે. કેનાલની સફાઈ માટે લાખો રૂપિયાની ફાળવણી કરાયા બાદ પણ સમયસર સફાઈ કામગીરી ના થતા ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાવાની વિપક્ષે ભીતિ વ્યકત કરી છે.

35 કિમી લાંબી કેનાલની સફાઈ કામગીરી
જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે 35 કિમી લાંબી કેનાલ આવેલી છે. વર્ષ દરમિયાન તેમાં કચરો ભરાઈ જતો હોવાના કારણે ચોમાસા પૂર્વેજ મહાનગરપાલિકા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત આ કેનાલની સફાઈ કરાવતી હોય છે. આ વર્ષે પણ મનપા દ્વારા અલગ અલગ ચાર કોન્ટ્રાકટરોને કેનાલની સફાઈની કામગીરી સોંપવામા આવી છે. મનપા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી માટે 46 લાખ રૂપિયાના ખર્ચની જોગવાઈ પણ કરવામા આવી છે.

કેનાલની માત્ર કાગળ પર સફાઈ- અલ્તાફ ખફી
જામનગર મનપાના નેતા વિપક્ષ અલ્તાફ ખફીએ આક્ષેપ કરતા કહ્યું કે, તેઓની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી કેનાલની મુલાકાત કરવામા આવી હતી. હાલ એક પણ કેનાલની 10 ટકા પણ સફાઈ ના થઈ હોવાનો નેતા વિપક્ષે આક્ષેપ કર્યો છે. કેનાલ સફાઈના નામે મનપામાં મિલિભગતથી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

જામનગર શહેરમાં આજે વિપક્ષ દ્વારા નાયબ કમિશનરને આવેદનપત્ર પાઠવી આગામી ત્રણ દિવસમાં કેનાલની સફાઈ કામગીરી પૂર્ણ કરવાની માગ કરવામા આવી છે. અન્યથા વિપક્ષ દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...