અવસર લોકશાહીનો:જામનગર ગ્રામ્ય બેઠક પર પહોંચ્યો “અવસર રથ”, મતદારોને મતદાન કરવા જાણકારી આપી જાગૃત કરાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 સંદર્ભે અવસર લોકશાહીના કેમ્પેઇન અંતર્ગત સમાજના વિવિધ વર્ગોનાં લોકો, સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ આવે તે હેતુથી અવસર રથ દ્વારા સમગ્ર જિલ્લામાં લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરી જાણકારી આપવામાં આવી રહી છે.

મતદાન પ્રત્યે જાગૃત કરાયાં
જે અંતર્ગત આજરોજ જામનગર ગ્રામ્યની 77 વિધાનસભા બેઠકના બેડી વિસ્તાર, ઢીંચડા, નાઘેડી, ગોરધનપર, સરમત, મોટી ખાવડી, સાપર સહિતના ગામો તથા બેઠકના તમામ મત વિસ્તારો ખાતે “અવસર રથ” દ્વારા લોકોને મતદાન કરવા અપીલ કરી મતદાન પ્રત્યે જાગૃત કરાયાં હતા.

અન્ય સમાચારો પણ છે...