તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:જામનગરમાં ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાશે, 300 ખેલાડીઓ ભાગ લેશે, 24 થી 28 સુધી સ્પર્ધા

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંગલ્સ, ડબલ્સ, અન્ડર-19 સહીત 7 વિભાગ રહેશે

જામનગરમાં ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન 24 થી 28 ફેબ્રુઆરી સુધી સુમેર સ્પોર્ટસ કલબમાં કરવામાં આવ્યું છે. જેમાં 300 થી વધુ ખેલાડી ભાગ લેશે. ટુર્નામેન્ટમાં સિંગલ્સ, ડબલ્સ, મિક્સ ડબલ્સ, અન્ડર-19 સહીત 7 વિભાગ રહેશે. જામનગરમાં સૌરાષ્ટ્ર બેડમિન્ટન એસોસિએશન તથા સુમેર સ્પોર્ટસ કલબના સંયુક્ત ઉપક્રમે તા.24 થી 28 ફેબ્રુઆરીના સુમેર સ્પોર્ટસ કલબમાં ઓપન સૌરાષ્ટ્ર કચ્છ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.

ટુર્નામેન્ટના આયોજન અંગે કલબ ના કારોબારી સદસ્ય ભરતભાઈ ખૂબચંદાનીએ જણાવ્યું હતું કે, બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ગર્લ્સ, બોયસ, સિંગલ્સ, ડબલ્સ, મિક્સ ડબલ્સ, અંડર-19, ઓપન કેટેગરી સહિત અલગ અલગ 7 વિભાગ રહેશે. આગામી 24 ફેબ્રુઆરીના સવારે 9 કલાકે ટુર્નામેન્ટ શરૂ થશે અને 28 ફેબ્રુઆરીના પૂર્ણ થશે. 200 જેટલા ખેલાડીઓ ટુર્નામેન્ટ માં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. 22 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન ઓપન હોય 300 જેટલા ખેલાડી ભાગ લે તેવી શકયતા છે. ટુર્નામેન્ટ દરમ્યાન કોવીડ- 19 ના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. આ આયોજનથી સ્પોટર્સના ખેલાડીઓમાં ઉત્સાહ પ્રસર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો