કાર્યવાહી:ઘાસની જપ્તી-દંડ છતાં ખુલ્લેઆમ વેંચાણ

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકાએ રીક્ષા સહિત 120 મણ ઘાસનો જથ્થો જપ્ત કર્યો
  • ઘાસનો જથ્થો સોનલનગર ઢોરના ડબ્બે મોકલાયો : શહેરમાં હજુ કડક કાર્યવાહી જરૂરી

જામનગરમાં મનપાએ રીક્ષા સહિત 120 મણ ઘાસનો જથ્થો જપ્ત કર્યો છે. શહેરમાં ઘાસની જપ્તી અને દંડ છતાં ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે. જામનગરમાં ગેરકાયદેસર રીતે અને ટ્રાફિકને અડચણરૂપ ઘાસચારાનું વેચાણ કરતા આસામીઓ પર કાર્યવાહીની સૂચનાના અનુસંધાને એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર ઘાસચારાનું વિતરણ કરતા આસામીઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શહેરના તળાવની પાળ, સાધના કોલોની, મારૂં કંસારાની વાડી, ગીતામંદિર, ગોલ્ડન સિટી, ભીમવાસ રોડ, ભીમવાસ ફોજીઢાબ પાસે તેમજ અન્ય વિસ્તારોમાંથી એસ્ટેટ વિભાગે શનિવારે 120 મણ ઘાસચારો જપ્ત કર્યો હતો. ઉપરાંત શહેરમાં છકડા રીક્ષા કે છોટા હાથીમાં ઘાસની ફેરી કરતા વિક્રેતાઓને પણ પકડી વાહનો સહિત ઘાસ જપ્ત કરવામાં આવ્યું હતું. જેમાં રણજીત સાગર રોડ મારૂં કંસારાની વાડી પાસેથી ઘાસનો જથ્થો ભરેલો છકડો રીક્ષા એસ્ટેટ શાખાએ જપ્ત કરી દંડની વસુલાત કરી હતી. આ ઘાસના જથ્થાને જામનગર મહાનગરપાલિકા સંચાલિત સોનલનગર ખાતે ઢોરના ડબ્બે મોકલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...