સ્પર્ધા:ઓપન જામનગર ડીસ્ટ્રીક્ટ લેવલ ટેબલ ટેનીસ સ્પર્ધા 28મીએ યોજાશે

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજેતા થનારને રોકડ પુરસ્કારની સાથે સર્ટીફીકેટ, મેડલ અપાશે
  • ​​​​​​​સ્પર્ધાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 રાખવામાં આવી છે

ગત મહીનામાં જામનગર ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનીસ એશોસીએશન દ્વારા ગુજરાત ટેબલ ટેનીસ એશોસીએશનના સહયોગથી રાજ્યસ્તરની મેજર રેંકીગ ટુર્નામેન્ટનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યુ હતું. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના 250 જેટલા ખેલાડીઓએ ભાગ લઇને રાજ્યસ્તર પર પોતાનો ક્રમાંક સુનિશ્ર્ચીત કર્યો હતો. અાજ રીતે એક ઓપન જામનગર ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનીસ સ્પર્ધાનું આયોજન તા. 28ના જે.એમ.સી. સ્પોર્ટ્સ સંકુલમાં કરવામાં આવ્યું છે અને ભાગ લેવા ઇચ્છુકાે માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 રાખવામાં આવી છે અને સ્પર્ધાનો સમય – કેટેગરી મુજબ અલગ અલગ રાખવામાં આવ્યો છે અને સ્પર્ધા સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે.

જામનગરમાં ટેબલ ટેનીસ રમત ગમતને પ્રોત્સાહન આપવા માંટે જામનગર ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનીસ એશોસીએશન 25 વર્ષોથી કાર્યરત છે. દરવર્ષે એશોસીએશન દ્વારા ઓપન જામનગર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતુ હોય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ સ્પર્ધા નિત્યક્રમ મુજબ યોજવામાં આવેલ નહતી. પરંતુ હાલ જામનગર ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનીસ એશોસીએશન ખુબજ સક્રીયતાથી અનેક ટુર્નામેન્ટના આયોજનો નક્કી કરી રહ્યૂ છે. એવીજ એક ડીસ્ટ્રીક્ટ ટી.ટી ટુર્નામેન્ટ આ મહીનામાં યોજાવા જઇ રહી છે, જેમાં સમગ્ર ડીસ્ટ્રીક્ટના ખેલાડીઓને આમંત્રણ પાઠવ્યું છે.

આ વર્ષની ટુર્નામેન્ટમાં સમગ્ર જામનગરના વિદ્યાર્થીઓ પણ જોડાય શકે છે અને તેમને સ્પોર્ટ્સમાં કારકીર્દી બનાવવા માટેનું પ્રોત્સાહન અને જરૂરી માર્ગદર્શન સંસ્થા દ્વારા મળી રહે તેવા હેતુથી કરાયું છે. સ્પર્ધામાં વિજેતા થનાર પ્લેયર્સને રોકડ પુરસ્કારની સાથે સર્ટીફીકેટ, મેડલ તથા સ્પોર્ટસમાં કેરીયર બનાવવા અંગે જરૂરી માહીતી પુરી પાડવામાં આવશે તો રસપ્રદ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા યોગ્ય ટ્રેઇનીંગ માટે પણ માર્ગદર્શન અને સવલતો આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે અને વધુ માહીતી માટે દિનેશભાઇ કનખરા મો. 9824503334 તથા ક્રુનાલભાઇ ત્રિવેદી મો. 9512331338 સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...