કામગીરી શરૂ:જી.જી.માં OPD શરૂ, બોન્ડેડ તબીબોની હડતાલ સમેટાઈ

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક સપ્તાહથી પણ વધુ સમયથી સરકાર સાથે સંઘર્ષ ચાલતો હતો
  • સરકારે હોસ્ટેલ ખાલી કરાવવા સહિતના આકરા પગલાં લીધા’તા

જામનગર સહિત રાજયભરમાં બોન્ડેડ તબીબો દ્વારા ગામડામાં પ્રેકટીસ સહિતના પ્રશ્ને રાજય સરકાર સામે હડતાલનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું હતું. આથી રાજય સરકારે આકરા પગલાં લઇ તબીબોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ આપ્યો હતો અને સાથે વીજ પુરવઠો પણ કટ કરી નાખ્યો હતો. આમ છતાં તબીબોએ હડતાલ યથાવત રાખી હતી. તબીબોની હડતાલને આઇએમએ પણ સમર્થન આપ્યું હતું. પરંતુ રાજય સરકાર દ્વારા તબીબો સાથે વટાધાટ કરવામાં આવતા તબીબો દ્વારા ગુરૂવારે હડતાલ સમેટી લેવામાં આવી હતી અને જી.જી.હોસ્પિટલમાં ઓપીડી સારવારમાં જોડાયા હતાં.