આને કહેવાય વિકાસ:જામનગર મહાપાલિકાની કાલે મળનારી સામાન્ય સભામાં ફકત એક જ એજન્ડા : પાર્કિંગ પોલિસી

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 મહિને એક વખત સામાન્ય સભા છતાં શહેરની સમસ્યા, પ્રશ્નોનો સમાવેશ નહીં
  • સભ્યોની પ્રશ્નોતરીના ગોળગોળ જવાબ આપી બહુમતીના જોરે સામાન્ય સભા આટોપી લેવાશે

જામનગર મહાનગરપાલિકાની શુક્રવારે મળનારી સામાન્ય સભામાં ફકત પાર્કિંગ પોલીસીનો એક જ એજન્ડા રાખવામાં આવતા અનેક સવાલ ઉઠયા છે. બે મહિને એક વખત સામાન્ય સભા મળતી હોવા છતાં શહેરના વિકાસને રૂંધતા પ્રશ્નો, સમસ્યાનો સમાવેશ ન કરવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે. દર વખતેની જેમ સભ્યોની પ્રશ્નોતરીના ગોળગોળ જવાબ આપી બહુમતીના જોરે સામાન્ય સભા આટોપી લેવાશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

જામનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય સભા તા.19 ના સવારે 11.30 કલાકે ટાઉનહોલમાં યોજાશે. પહેલાં એક મહિને એક વખત મળતી સામાન્ય સભા નવા નિયમ બાદ બે મહિને એક વખત મળે છે. જામનગરની ભાજપ શાસિત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મોટા ભાગના એજન્ડા બહુમતીના જોરે વિપક્ષના વિરોધ વચ્ચે પસાર કરવામાં આવે છે. પરંતુ શુક્રવારે મળનારી સામાન્ય સભામાં ફકત પાર્કિંગ પોલીસીનો એક જ એજન્ડ રાખવામાં આવતા અનેક સવાલ ઉઠયા છે.

બે મહિને એક વખત સામાન્ય સભા મળતી હોવા છતાં શહેરના વિકાસને રૂંધતી ટ્રાફીક, ઢોર સહિતની સમસ્યા, ભૂગર્ભ ગટર, લાઇટ સહિતની ફરિયાદો માટે નકકર આયોજન કે ઉકેલનો એજન્ડામાં સમાવેશ ન કરાતા આશ્ચર્ય સર્જાયું છે. એજન્ડામાં સભ્યોની પ્રશ્નોતરીનો સમાવેશ કરાયો છે. પરંતુ દર વખતે જેમ સામાન્ય સભામાં બહુમતીના જોરે પાર્કિગ પાેલીસીનો ઠરાવ અને સભ્યોએ પુછેલા પ્રશ્નોના ગોળગોળ જવાબ આપી દરવખતની જેમ જનરલ બોર્ડ આટોપી લેવામાં આવે છે તેમ સામાન્ય સભા આટોપી લેવાશે તેની શકયતા નકારી શકાતી નથી.

અન્ય સમાચારો પણ છે...