વર્ષ 1981 માં નગરપાલિકામાંથી જામનગર મહાનગરપાલિકા બન્યા બાદ એટલે કે 40 વર્ષમાં ફક્ત ચાર ટીપી સ્કીમ નું સંપૂર્ણપણે અમલીકરણ થતા રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ જામનગર વિકાસમાં 40 વર્ષ પાછળ ચાલી રહ્યું છે . ટાઉન પ્લાનિંગ સ્કીમ ના અભાવે શહેરીજનો ટુળા રસ્તા આરોગ્ય રહેઠાણ મનોરંજનને લાખથી વંચિત છે તો નગર શહેરના ગીત વિસ્તારો વધુ ગીચ બનતા ટ્રાફિક સહિતની સમસ્યાઓએ અજગરી ભરડો લીધો છે . આમ છતાં જામ્યુંકોનાના સત્તાધીશો અને અધિકારીઓ ટીપી સ્કીમ બનાવવામાં અને તેની અમલવારીમાં ઉદાસીન રહ્યા છે .
આશ્ચર્યની વાત તો એ છે કે , જામનગર મહાનગરપાલિકામાં વર્ષ 2014 માં જાડા ના વિસ્તારો ભર્યા હતા . મનપામા આ વિસ્તાર ભડીયાતે પહેલા જાડા દ્વારા સાત ટીપી સ્કીમ બનાવી હતી . ત્યારે એ સમયે જાડા ની સરખામણીએ મન પાયે ફક્ત બે ટીપી સ્કીમ બનાવી હતી . ત્યારબાદ મનપાનું તંત્ર રહી રહીને જાગતા ટીપી સ્કીમ નું કામ શરૂ કર્યું હતું . જેના પગલે છેક વર્ષ 2022 23 માં ટીપી સ્કીમ નંબર 11 20 21 અને 23 ને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી . અત્યાર સુધી મનપાને જાડાની મળી 13 ટી પી સ્કીમ મંજૂર થઈ છે તેમાંથી ફક્ત ચાર ટીપી સ્કીમ માં સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ છે . આથી રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ જામનગર વિકાસમાં 40 વર્ષ પાછળ ચાલી રહ્યું છે .
અગાઉ મંજૂર 5 ટીપી સ્કીમમાં પણ હજુ 20 ટકા કામગીરી બાકી
જામ્યુંકોમાં જાડા ના વિસ્તારો ભર્યા બાદ મનપાની સ્થાપના પછી અત્યાર સુધીમાં એટલે કે 40 વર્ષના સમયગાળામાં મનપાની એક અને બે અને જાડાની એક અને બે ની ટીપી સ્કીમ ની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ છે . જ્યારે ત્યારબાદ મંજૂર થયેલી ટીપી સ્કીમ નંબર થ્રી એ , થ્રી બી , પાંચ છ અને સાત નંબરની સ્કીમ માં હજુ સુધી ૮૦ ટકા કામગીરી પૂર્ણ થઈ છે ૨૦ ટકા કામગીરી બાકી છે .
5 નવી ટીપી મંજૂરી માટે મોકલવાની છે
જામનગર મહાનગરપાલિકાની સ્થાપના બાદ 40 વર્ષના સમયગાળામાં ફક્ત ચાર ટીપી સ્કીમની અમલવારી સંપૂર્ણપણે થતા રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ જામનગર વિકાસમાં ઘણું પાછળ ચાલી રહ્યું હોય વર્ષ 2023 24 માં મનપા દ્વારા સ્કીમ નંબર સાત 10 25 26 અને 27 રાજ્ય સરકારમાં ડ્રાફ્ટ મંજૂરી માટે મોકલવાની છે . ક્યારે મંજૂરી મળે અને તેની ક્યારે અમલવારી થાય તે જોવાનું રહ્યું .
ટીપી સ્કીમના અમલમાં અવરોધ
લોક જાગૃતિ નો અભાવ
સ્થાનિક નબળી નેતાગીરી
સરકાર જમીન લઈ લેશે તેઓ ભય
જમીનનું પૂરતું વળતર નહીં મળે
અમુક તત્વો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવતા સમસ્યા
TP નં. 11, 20, 21 અને 23 ની ધીમી કામગીરી
22 23 માં રાજ્ય સરકાર દ્વારા શહેરની ટીપી સ્કીમ નંબર 11 20 21 અને 23 ને મંજૂરી આપવામાં આવી છે . પરંતુ આ ટીપી સ્કીમ ની અમલવારી પણ ધીમી ગતિએ ચાલી રહી છે . જેના કારણે શહેરનો વિકાસ રૂંધાઇ રહ્યો છે . એટીપીઓની નિમણૂક થયા બાદ રોડ રસ્તા નો કબજો મળે છે અને આગળની કામગીરી થઈ શકે છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.