તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસર:કોરોના બાદ ફકત 2થી 3% દર્દીને ફેફસામાં ઈન્ફેક્શન, વેન્ટિલેટર પર રહેલાઓને વધુ ખતરો

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડો.એસ. એસ. ચેટરજી, જામનગર જી.જી. કોવિડ હોસ્પિટલ, નોડલ ઓફિસર. - Divya Bhaskar
ડો.એસ. એસ. ચેટરજી, જામનગર જી.જી. કોવિડ હોસ્પિટલ, નોડલ ઓફિસર.
 • વાયરસ અને રોગપ્રતિકારક શકિતની લડાઇની આડઅસર તેમજ ટીસ્યુ પર થાય છે

જામનગર સહિત દેશભરમાં કોરોનાનો કાળો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે કોવિડના કારણે પોઝિટિવ દર્દીઓને શરીરના અન્ય ભાગોમાં નુકસાન થતાં લાંબા સમયે રિકવરી થઇ રહી છે. જેમાં ખાસ કરીને ગંભીર કોવિડ દર્દીને કોરોના થયા બાદ લંગ ફ્રાઈબ્રોસિસ એટલે કે ફેફસાંના ઈન્ફેક્શનની બિમારી થાય છે. કોરોનાની સારવારમાં લાંબા સમય સુધી વેન્ટિલેટર પર રહેલા દર્દીઓને ફેફસાં સાથે જોડાયેલી આ બીમારી થતી હોવાનું જી.જી. હોસ્પીટલના ડોક્ટરોએ જણાવ્યું છે. જો કે, કોરોનાના દર્દીઓ પૈકી 2 થી 3 ટકા લોકોને જ આ ઇન્ફેકશન થતું હોવાનું તબીબોએ ઉમેર્યું હતું.

લંગ ફાઈબ્રોસિસ એટલે કોઈપણ વાઇરસ સામે લડવા શરીરની રોગપ્રતિકારક શક્તિ સક્રિય બને ત્યારે સૌથી પહેલા ફેફસાંમાં અસર થાય છે. વાઇરસ અને રોગપ્રતિકારક શક્તિની લડાઈની આડઅસર તેમજ ટિશ્યુ રિપેર કરવા માટેની પ્રતિક્રિયાને કારણે ફેફસાંની ઝીણી નળીઓમાં પ્રવાહી ભરાવા લાગે છે, આ પ્રવાહી જામી જતાં ફેફસાં સ્થિતિ સ્થાપક રહેતાં નથી અને કઠણ બનતાં જાય છે જેને ફાઈબ્રોસિસ કહેવાય છે.

લંગ ફાઈબ્રોસિસ થવાનું જોખમ કોને વધુ

 • વધુ ઉંમર
 • ન્યૂમોનિયા
 • વધારે સમય વેન્ટિલેટર પર રહેલા દર્દીઓ
 • લાંબાે સમય હોસ્પિટલમાં દાખલ દર્દીઓ

​​​​​​​લંગ ફાઈબ્રોસિસના લક્ષણો

 • ઉધરસ
 • શ્વાસ લેવામાં તકલીફ
 • થાક

લંગ ફાઈબ્રોસિસથી બચવાના ઉપાય

 • ડોક્ટરે આપેલી દવા લેવી
 • શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ કાળજી લેવી
 • પૂરતો આરામ કરવો

કોરોનાના દાખલ 2થી 3 ટકા દર્દીમાં આ રોગ જોવા મળે છે
ડાયાબીટીસ કે અન્ય કોઈ બિમારી તથા કોરોનાની સારવાર દરમ્યાન વધુ સમય વેન્ટીલેટર પર રહ્યા હોય ત્યારે લંગ ફાઈબ્રોસિસ થવાની શક્યતા વધુ રહે છે. પંરતુ હાલ આ રોગ કોરોનાના માત્ર 2થી 3 ટકા દાખલ દર્દીમાં જોવા મળે છે. - ડો.એસ. એસ. ચેટરજી, જામનગર જી.જી. કોવિડ હોસ્પિટલ, નોડલ ઓફિસર.

અન્ય સમાચારો પણ છે...