તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કાલાવડ રોડ પર ઠેબા નજીક અકસ્માતમાં એક વ્યકિતનું ઘટનાસ્થળે મોત

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વ્યકિતને સારવાર માટે જી.જી.હોસ્પિટલ ખસેડાયો

જામનગર નજીક આવેલી ઠેબા ચોકડી નજીકથી પસાર થતાં એકટીવાને અજાણ્યા વાહને ઠોકરે ચડાવતાં એક વ્યકિતનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય વ્યકિતને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેર નજીક આવેલી ઠેબા ચોકડી પાસેથી સાંજના સમયે પસાર થતાં એકટીવાને પુર ઝડપે બેફીકરાઇથી આવતા અજાણ્યા વાહને ઠોકર મારી અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકટીવા પર સવાર બે વ્યકિતઓને ઇજા પહોંચતા લોહીલુહાણ થઇ ગયા હતા. અકસ્માતની જાણના આધારે 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને સ્થળ પરથી બે ઇજાગ્રસ્તોને ગુરૂગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલા એક વ્યકિતનું મોત નિપજ્યું હતું. બનાવની જાણના આધારે પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. તેમજ ઇજાગ્રસ્તના નિવેદન લેવા અને ગુન્હો નોંધવા પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...