તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુનરાવર્તન:જામનગરમાં વીજ શોકથી વધુ એક ગાયનું રતનબાઇ મસ્જીદ પાસે મોત, વાછરડાનો બચાવ

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં ખોડીયાર કોલોની પાસે વીજશોકથી બે ગાયના મૃત્યુ થયા હતા
  • શહેરના જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી છવાઇ: વીજતંત્રની કામગીરી શંકાના દાયરામાં

જામનગરમાં રતનબાઇ મસ્જીદ પાસે વીજશોક લાગતા ગાયનું મોત થયું હતું. જો કે વાછરડાનો બચાવ થયો હતો. બનાવથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે તો વીજતંત્રની સમારકામ કામગીરી શંકાના દાયરામાં આવી છે. તાજેતરમાં ખોડીયાર કોલોની પાસે વીજશોકથી બે ગાયના મૃત્યુ નિપજયા હતાં. જામનગરમાં દર વર્ષે વીજકંપની દ્વારા ચોમાસામાં વીજશોકના અકસ્માતના બનાવ ઓછા બને તે માટે લાખો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવે છે.

આમ છતાં ચોમાસામાં થાંભલામાંથી વીજશોકના બનાવ બનતા કામગીરી સામે સવાલ ઉઠે છે. શહેરમાં તાજેતરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં વીજશોકથી બે ગાયના મૃત્યુ નિપજયા હતાં. આ સ્થિતિમાં શુક્રવારે વરસાદી ઝાપટા દરમ્યાન રતનબાઇ મસ્જીદ પાસે વીજથાંભલામાંથી શોક લાગતા ગાયનું મૃત્યુ નિપજયું હતું. જયારે વાછરડાનો બચાવ થયો હતો. આ બનાવથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...