કાર્યવાહી:જામનગર ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં વધુ એકની ધરપકડ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોબાઈલમાં બિભત્સ ક્લિપીંગો મળી આવી

જામનગરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો બે દિવસ પહેલા સાયબર સેલે ગુનો નોધી એક શખસને ઝડપી લીધા બાદ બુધવારે વધુ એક ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો ગુનો નોંધીને એક શખસની અટકાયત કરી કરીને મોબાઈલ કબ્જે કર્યો છે. બાળકોને લગત એડલ્ટ ગુનાઓ અટકાવવા માટે સીઆઈડી ક્રાઈમ-ગાંધીનગર તેમજ રાજકોટની આઈજી કચેરી દ્વારા ચાઈલ્ડ પોનોંગ્રાફીની ટીપ્સ જામનગરની સાયબર ક્રાઈમ સેલ પોલીસને મોકલવામાં આવી હતી.

જે અંગેની સાયબર સેલના પીઆઈ કે.એલ. ગાંધએ ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સની કામગીરી કરવા સ્ટાફ ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સમાં દર્શાવેલ શકમંદ વ્યક્તિ જયંતીલાલ કરશનભાઈ પરમાર (ઉ.વ.45) (રે.જામનગરના દંડાવાડી મોરકંડા રોડ ડાંગરવાડા)ના ઘરે જઈ તપાસ કરી તેના મોબાઈલ ચેક કરતાં તેમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગત એડલ્ટ વીડિયો તથા ફોટો તથા વોટ્સએપ સ્ટીકર મળી આવતાં તેનો મોબાઈલ કબ્જે કરીને તેની સામે ગુનો નોધીને અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, સગીર વયના બાળકોને બીભત્સ દ્રશ્યોમાં કે અભદ્ર રીતે કે, યૌન કામમાં કોઈપણ રીતે દશાવવામાં આવે કે, એડલ્ટ ફોટા કે વિડીયો મોબાઈલમાં રાખવા કે મોકલવો ગુનો બને છે. અત્રે ઉલ્લેખનીય છેકે, બાળકો સામે વધી રહેલા યોનશોષણના અપરાધ વિરૂધ્ધ રાજયનું સીઆઇડી કડક બનીને આ બાબતે સ્થાનિક પોલીસને ટીપ આપે છે જેના પરથી સંબંધીત વ્યકિતઓ પર કાર્યવાહી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...