તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરની ભાગોળે દરેડ પંથકમાં સરકારી જમીન પર પેશકદમી મામલે પંચ બી પોલીસમં 64 સામે ગુનો નોંધાયો હતો જેમાં વધુ એક આરોપી શિક્ષકની સોમવારે પોલીસે અટકાયત કરી લીઘી હતી જે પ્રકરણમાં અત્યાર સુધીમાં ધરપકડનો આંક 49 પર પહોચ્યો છે. જયારે અન્ય આરોપીની શોધખોળ સાથે પોલીસે તપાસ આગળ ધપાવી છે. ચકચારી પ્રકરણની પોલીસ તપાસ દરમિયાન વધુ 66ની સંડોવણી પણ ખુલવા પામી છે. જામનગરની ભાગોળે દરેડ પંથકમાં સર્વે નં.131 અને 132 વાળી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી પેશકદમી કરવાના મામલે અગાઉ પંચ બી પોલીસ મથકમાં 64 સામે ગુનો નોંધાયો હતો.
જેમાં પોલીસે જે તે સમયે સુત્રધાર વિજય માલાણીને પકડી પાડી તેના રીમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરી હતી.જે પોલીસ પુછપરછમાં ભુમાફિયા જયેશ પટેલની સંડોવણી પણ ખુલી હતી. આ ચકચારી પ્રકરણમાં સમયાંતરે પોલીસે 48 આરોપીની ધરપકડ કરી હતી જે તમામને જેલહવાલે કરાયા હતા.
જે દરમિયાન ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઇના નેતૃત્વમાં આ તપાસ આગળ ધપાવતા પોલીસ ટુકડીએ વધુ એક આરોપી શિક્ષક અબ્દુલભાઇ આમદભાઇ કોરેજા(રે.દરેડ મસીતીયા રોડ, આલ્ફા સ્કુલ સામે,મસ્જીદની પાછળ)ની ધરપકડ કરી લીઘી હતી આમ, આ પ્રકરણમાં અત્યાર સુધીમાં ધરપકડનો આંક 49 પર પહોચ્યો છે.જયારે પોલીસ તપાસમાં એક વકિલ સહિતના વધુ 66ની પણ સંડોવણી ખુલી હતી. પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ સાથે તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.