તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘવર્ષા:મોટા વડાળામાં એક ઇંચ

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલારમાં સતત દિવસે વાતાવરણ સ્વચ્છ થતાં જનજીવનને રાહતનો શ્વાસ લીધો

જામનગર શહેર-જીલ્લામાં ગુરૂવારે સતત બીજા દિવસે મહદઅંશે મેઘ વિરામ રહયો હતો.જોકે,કાલાવડ તાલુકાના મોટા વડાળામાં બુધવારે વરસેલા વરસાદે એક ઇંચ પાણી વરસાવ્યુ હતુ.જયારે અન્યત્ર કયાંય વરસાદના કોઇ વાવડ મળ્યા નથી. જામનગર સહિત જીલ્લાભરમાં ગત સપ્તાહે મેઘરાજાએ મુકામ કર્યો હતો.જેમાં સતત પાંચ દિવસ સુધી મોટા ભાગના સ્થળે હળવો ભારે વરસાદ વરસ્યો હતો.જોકે,ગત બુધવારથી વરસાદે મહદઅંશે વિરામ લીઘો હતો.જોકે,કાલાવડના મોટા વડાળામાં બુધવાર પડેલા વરસાદે ગુરૂવારે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક સુધીમાં એક ઇંચ પાણી વરસાવી દિઘુ હતુ.

જયારે જામનગર સહિત જિલ્લાભરમાં અન્યત્ર કયાંય વરસાદના કોઇ વાવડ મળ્યા નથી.જયારે શહેર સહિત જીલ્લાભરમાં હવામાન પણ સ્વસ્છ રહેતા જનજીવને રાહતનો શ્વાસ લીઘો હતો.ચાલુ વર્ષે જામનગર અને દેવભુમિ દ્રારકા પંથકમાં મેધરાજાએ વ્યાપક વરસાદ વરસાવતા તમામ સ્થળોએ પોણા બસ્સોથી સવા ત્રણસો ટકાથી વધુ વરસાદ નોંધાયો હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે.

અન્ય સમાચારો પણ છે...