ધરપકડ:ધ્રોલમાં આઈપીએલની મેચ પર સટ્ટો લેતો એક પકડાયો, એક ફરાર

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂા.5 હજારની રોકડ કબજે કરી ફરાર શખસની શોધખોળ પોલીસે હાથ ધરી

ધ્રોલ તાલુકા મથકે આઈપીએલની મેચ પર સટ્ટો લેતા એક સખ્સને પોલીસે પકડી પાડ્યો છે. જયારે એક શખસને ફરાર દર્શાવાયો છે. પોલીસે પકડાયેલ શખસના કબ્જામાંથી રૂપિયા પાંચ હજારની રોકડ કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.ધ્રોલ તાલુકા મથકે રવિવારે સાંજે પાંચેક વાગ્યાના સુમારે ફતેપુરા એસએફસી ફ્રૂટની વખારની બાજુમાં ઇમરાનભાઈ કાસમભાઈ કામોરા વાઘેર નામનો શખસ ચાલતી વિવો આઈ.પી.એલ. ટી/20 ક્રિકેટ મેચ જેમાં કિંગ્સ ઇલેવન પંજાબ એન્ડ રોયલ ચેલેંજર બેંગ્લોર ટી/20 ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ જોતાં હોય અને મોબાઈલ ફોનથી પોતાના ગ્રાહકો સાથે સંપર્ક કરી મેચની હારજીત કરી રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતો હોવાની સ્થાનિક પોલીસને માહિતી મળી હતી જેના આધારે પોલીસે કાર્યવાહી કરી આ શખસને પકડી પાડ્યો હતો.

જેમાં પોલીસે આરોપીના કબજામાંથી રૂપિયા પાંચ હજારનો એક મોબાઈલ ફોન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ પ્રકરણમાં જાવેદભાઈ રફીકભાઈ જીંદાણી રહે ધ્રોલ તા.ધ્રોલ જી.જામનગર વાળાની સંડોવણી ખુલવા પામી હતી પોલીસે આ શખસને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ધ્રોલમાં ક્રિકેટના સટ્ટાનો જુગાર ઘણો ફૂલ્યો ફાલ્યો છે. જેની સામે પોલીસ કડક બની છે.

અન્ય સમાચારો પણ છે...