બિનઅધિકૃત ડીઝલ ઝડપાયું:ઓખાના ડાકલા માછીમાર બંદરથી ત્રણ હજાર લીટર બિનઅધિકૃત ડીઝલના જથ્થા સાથે એક ઝડપાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીઝલના 15 બેરલ જપ્ત કરી કુલ રૂ. ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

દ્વારકામાં ઓખાના ડાલડા માછીમાર બંદરથી બિનઅધિકૃત ડીઝલનો જથ્થો ઝડપાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડાના વિસ્તાર ઓખા બંદરેથી ગઈકાલે સ્થાનિક પોલીસે રૂપિયા ત્રણ લાખની કિંમતના ત્રણ હજાર લીટર ડીઝલના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આર.કે. બંદર ખાતે આવેલા લાકડાના વાડા પાસે જયદીપસિંહ ઉર્ફે લાલા ઘનશ્યામસિંહ જાડેજા નામના 36 વર્ષના શખ્સ દ્વારા તેના મચ્છીના દંગામાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ડીઝલના જથ્થા અંગે દરોડો પાડવામાં આવ્યો હતો.

આ સ્થળેથી પોલીસે 200-200 લિટરના 15 કેરબામાં રાખવામાં આવેલો કુલ ત્રણ હજાર લિટર ડિઝલનો જથ્થો શક પડતો જણાતા તેને સી.આર.પી.સી. કલમ 41 (1)(ડી) મુજબ કબજે લેવામાં આવ્યો છે. આમ, રૂપિયા ત્રણ લાખની કિંમતના ગેરકાયદેસર ડીઝલના જથ્થા સાથે ઓખા મરીન પોલીસે જયદીપસિંહ ઉર્ફે લાલો જાડેજાની અટકાયત કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.

સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઓખાના ડાલડા બંદરથી રૂ.ત્રણ લાખનાં 15 બેરલ ગેરકાયદેસર ડીઝલનાં જથ્થા સાથે પોલીસે એક ઈસમની ધરપકડ કરી છે. ઓખાનાં ડાલડા બંદરે હજારો માછીમારો પોતાના દંગા બનાવીને બોટ દ્વારા મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા છે. આ વિસ્તારમાં ગેરકાયદેસર ડીઝલ પકડાવુ એ નવી વાત નથીફેરી બોટ, ફીશીંગ બોટ કે રિક્ષા કે ટ્રેક્ટરમાં ભૂતકાળમાં કેટલાય કિસ્સામાં ગેરકાયદેસર ડીઝલનાં બેરલ પકડાયા છે.

આ સમગ્ર કાર્યવાહી ઓખા મરીન પોલીસ મથકના ઈન્ચાર્જ પી.એસ.આઈ. ડી.એન. વાંઝા, એ.એસ.આઈ. એમ.આઈ. મામદાણી હેડ કોન્સ્ટેબલ ડી.વી. જોગલ, પી.પી. માડમ, એ.કે. મોવર, હરપાલસિંહ જાડેજા, જયેશભાઈ ખીમાભાઈ, રવિરાજસિંહ પઢિયાર, વગેરે દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...