જામનગર જિલ્લાની જેલ ફરી એક વખત વિવાદમાં આવી છે. જેલમાંથી વધુ એક મોબાઇલ મળી આવ્યો છે. જેલમાં બેરેક નંબર 4 અને યાર્ડ નંબર 5માં રહેતા કાચા કામના કેદી પાસેથી ચેકિંગ દરમિયાન મોબાઇલ મળી આવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
જામનગર જિલ્લા જેલમાંથી પ્રતિબંધિત વસ્તુ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રવિવારના બપોરના સમયે જેલર નિરૂભા ખુમાનસિંહ ઝાલા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે યાર્ડ નંબર.5 ની બેરેક નં.4 માં કાચા કામનો કેદી જીલાણી ઇલિયાસ જેડા પાસેથી કાળા કલરનો સેમસંગ કંપનીનો પ્રતિબંધિત મોબાઇલ મળી આવતાં પોલીસે જીલાણી ઈલિયાસ વિરોધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. પ્રતિબંધિત ચીજવસ્તુઓ આટલી સુરક્ષા વચ્ચે કેવી રીતે અંદર પહોંચે છે તે એક મોટો સવાલ ઉભો થયો છે.
જામનગર જિલ્લા જેલમાં વારંવાર મોબાઇલ મળી આવતાં જેલ પ્રશાસન ઉપર અનેક સવાલો ઊભા થાય છે. જેલમાંથી અવારનવાર મોબાઈલ ફોન મળી આવે છે ત્યારે ફરિયાદ નોંધી તપાસ પુરી કરી દેવામાં આવે છે અને કોઈપણ પ્રકારના પગલાં જેલ સ્ટાફ કે સિક્યુરિટી ઉપર લેવામાં આવતા નથી. ત્યારે જામનગર જિલ્લા જેલમાં વધુ એક વખત મોબાઇલ મળી આવતા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.