તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવાયત:છઠ્ઠી તારીખે કોવિડ હોસ્પિટલમાં ફરીથી ખોટ્ટેખોટ્ટી આગ લાગી

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 દર્દી ફસાયાની માહિતી મળતા તંત્ર દોડ્યું

જામનગરની સરકારી જીજી હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં આગજની ના બનાવ અંગેની મોકડ્રીલ યોજવામાં આવી હતી. સવારે 11 વાગ્યે કોવિડ બિલ્ડીંગ ના પ્રથમ માળે આગ લાગી છે, અને બે દર્દીઓ આગ માં ફસાયા છે, તેવી માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટુકડીના 8 જવાનો ફાયર ફાયટર સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઉપરાંત સ્થળ પર હાજર રાખવામાં આવેલા ફાયર ફાઈટર અને તેના સ્ટાફની પણ મદદ લેવામાં આવી હતી. જયાં દર્દીઓને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી.

આ સમયે જી.જી. હોસ્પિટલ ના સિક્યુરિટી વિભાગની ટૂકડી પણ હાજર રહી હતી, અને માત્ર 10 મિનિટમાં જ સમગ્ર પ્રક્રિયા આટોપી લેવામાં આવી હતી. સતર્કતા ચકાસવાના ભાગરૂપે દર મહિનાના છઠ્ઠી તારીખે આ કવાયત યોજવામાં આવે છે, જેના અનુસંધાને મોકડ્રીલ યોજાઈ હતી અને પૂર્ણ કરી લેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...