તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • On The Second Day Of Environment Day In Jamnagar, A Former Student Of DCC School Gave A Unique Message By Planting More Than 100 Trees.

ઉદ્દેશ:જામનગરમાં પર્યાવરણ દિવસના બીજા દિવસે ડીસીસી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ 100થી વધુ વૃક્ષો વાવીને અનોખો સંદેશ આપ્યો

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટરો અને ડીવાયએસપી સહિત સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પર્યાવરણ જાગૃત રાખવાનો પ્રયાસ કર્યો
  • વૃક્ષોનું જતન કરવાની પર્યાવરણ પ્રેમીઓએ નેમ લીધી

જામનગરમાં પર્યાવરણ પ્રેમીઓએ વિશ્વ પર્યાવરણ દિવસના બીજા દિવસે 100 જેટલા વૃક્ષો વાવીને અનોખો સંદેશ આપ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ ઉપક્રમે 6 જૂનના રોજ 1993 ડીસીસી સ્કૂલ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગ્રૂપ દ્વારા અને મીનાક્ષી સ્કૂલ જામનગરના સ્ટાફ મિત્રોના સંયુક્ત ઉપક્રમે ગંગાવાવ નજીક વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને પ્રકૃતીની સમૃદ્ધતા જાળવવા નવી પેઢીને સંદેશ આપવામાં આવ્યો હતો.

વૃક્ષા રોપણના આ કાર્યક્રમનું આયોજન ફિલ્મ સર્જક અને પર્યાવરણ પ્રેમી સચિન માંકડ અને ડિડીસી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હાલ ડીવાયએસપી સમીર શાર, ડો નિલેશ ગઢવી, ડો. મૌલિક શાહ, ડો ભરત કટારમલ અને ડો ધવલ મહેતા સહિતના લોકોએ જાતે ખાડા ખોદીને વૃક્ષોને યોગ્ય સ્થાને વાવવાનો સંતોષ અને આનંદ મેળવ્યો હતો.

આ કાર્યક્રમમાં કેટલાક મિત્રો પોતાના બાળકોને પણ સાથે લાવ્યા હતા. જેથી એમનામાં પર્યાવરણ પ્રેમ જાગૃત થાય. વૃક્ષો વાવીને હાજર બધા પ્રયાવરણ પ્રેમીઓએ નક્કી કર્યું હતું કે, તેઓ આ વૃક્ષોની માવજત માટે આ જગ્યાની મુલાકાત અવાર નવાર લેતા રહેશે.

આ અંગે અહીંયા હાજર પર્યાવરણ પ્રેમીઓએ જણાવ્યું હતું કે, 'જમાનો ભલે ખરાબ હોય, પણ બેસ્ટ અમારા યાર છે. ચમકે નહીં એટલું જ બાકી તો બધા સ્ટાર છે' આવા સ્લોગન સાથે જ્યારે અમે એક રૂપ આપીએ છીએ ત્યારે સમજી લ્યો કે એક ઓક્સિજન સિલિન્ડર કાપી નાખીએ છીએ. હજી મોડું થયું નથી આવો આજથી જ શરૂઆત કરીએ વૃક્ષારોપણની એક તહેવારની જેમ જ ઉજવણી કરી અને બધાને સંદેશો આપીએ. જ્યારે આ કાર્યક્રમમાં ફોરેસ્ટ વિભાગનો પણ સહયોગ મળ્યો અને તેમણે આ વૃક્ષોની કાયમી સારવાર લેવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...